પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા કક્ષાનો “વિશ્વાસ થી વિકાસ” યાત્રાનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
કાર્યક્રમમાં હાજર મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી અભિવાદન કરાયું હતું. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ નિવાસી અધિક કલેકટર એન. આર. ધાધલે સ્વાગત પ્રવચન આપી કાર્યક્રમની રૂપરેખાને સુચિત કરી હતી. આ પ્રસંગે, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભરૂચમાં રૂ. ૪૨૯.૪૯ લાખના ખર્ચના પ્રજાલક્ષી કાર્યોનું ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માહિતી ખાતા તરફથી ગુજરાતની વિકાસ ગાથા વર્ણવતા સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ તેમણે જણાવ્યું હતું કે, ૨૦ વર્ષ પહેલાનું ગુજરાત અને હાલની ડબલ એન્જીનવાળી સરકારે વિકાસ અને વિશ્વાસ શબ્દાર્થ એકબીજાના પર્યાયરૂપ બનાવ્યા છે. સર્વાંગી વિકાસ તમામ ક્ષેત્રોમાં સર્વગ્રાહી બન્યો છે ત્યારે ભારત માટે ગુજરાત મોડેલ સ્ટેટ બન્યું છે. સરકાર છેવાડા માનવી સુધી કલ્યાણકારી યોજના પહોચાડવામા સફળ રહી છે. ભરૂચ જિલ્લામાં સરકારની કલ્યાણકારી યોજના છેવાડાના લોકો સુધી પહોચાડવા ૧૦૦ ટકા સંતૃપ્તતા મેળવી છે. ત્યારે મળવાપાત્ર તમામ લોકો સરકારની તમામ કલ્યાણકારી યોજનાનો લાભ મેળવે તેવો અનુરોધ સભાખંડમાં બેઠેલી બહેનોને કર્યા હતો. તેમણે ભરૂચ જિલ્લામાં થયેલ વિવિધ આયોમોના વિકાસ કાર્યોને લોકો સમક્ષ રજુ કર્યા હતા અને આવનારા સમયમાં થવા જઈ રહેલા વિકાસના નવા આયામોની સંક્ષિપ્ત માહિતી આપી હતી.
આ ઉપરાંત સરકારના વિવિધ વિભાગો દ્વારા લાભાર્થીઓને સહાયરૂપે ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સૂમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ભરૂચ બાંધકામ સમિતિની અધ્યક્ષ ધર્મેશભાઇ મિસ્ત્રી, સહિત પદાધિકારી – અધિકારીઓ તથા વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.