Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બદર પાક અને નશેમન પાર્કને જોડતો રસ્તો ખોલવાની માંગ સાથે સ્થાનિકો અને વિપક્ષના સભ્યોએ પાલિકા ખાતે ઢોલ વગાડયા.

Share

ભરૂચ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ પ્રિમોન્સુન કામગીરીને લઇ જે.બી મોદી પાર્કથી પશ્ચિમ વિસ્તાર જે જોડતા બદર પાક અને નશેમન પાકનો રસ્તો બંધ કર્યો હતો, જે બાદ આ રસ્તાનો ઉપયોગ કરતા અનેક રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુશ્કેલીઓ ઉભી થઇ હતી અને કિલોમીટરો સુધીનો ફેરો ફરી એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચવાની નોબત આવી પહોંચી છે.

વર્ષોથી કાર્યરત એવા જે.બી મોદી પાકથી નશેમન પાક અને બદર પાકથી શક્તિનાથ જવાના માર્ગનો હજારો લોકો ઉપયોગ કરતા હતા પરંતુ કાંસની સફાઈના કારણે આ રસ્તાને ખોદવામાં આવતા તે રસ્તો હવે વાહન ચાલકો માટે આવવા જવા માટે ઉપયોગી રહ્યો નથી જેને પગલે સ્થાનિકોમાં પણ તંત્ર પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે, ગત પાલીકાની સામાન્ય સભામાં પણ સ્થાનિકોએ રસ્તો પુન કાર્યરત કરવા માટે ચાલુ સભા દરમિયાન હોબાળો મચાવ્યો હતો, જોકે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી.

જે બાદ આજરોજ ભરૂચ નગરપાલિકા ખાતે વિપક્ષના સભ્યો સહિત સ્થાનિક આગેવાનોને સાથે રાખી નગરપાલીકા ખાતે ઢોલ નગારા સાથે લાવી નગરપાલીકા પ્રમુખની કેબિન બહાર બેસી જઇ ઢોલ નગારા વગાડી રસ્તો વહેલી તકે ખોલવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી, અને તેઓની માંગણીઓ વહેલી તકે નહિ સ્વીકારવામાં આવે તો જલદ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે બદર પાક અને જે.બી મોદી પાર્કને જોડતો આ માર્ગ વર્ષોથી લોકો માટે અવરજવર માટે રાહત રૂપી હતો પરંતુ સ્થાનિક ભાજપ, કોંગ્રેસના નેતાઓના આંતરિક રાજકારણને પગલે હાલમાં બંને તરફના લોકોઆ રસ્તાનો ઉપયોગ કરી શકતા નથી જેને પગલે પણ આસપાસ વસતા સ્થાનિકોમાં તંત્ર સહિત સ્થાનિક નેતાગીરી સામે પણ છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

કોંગ્રેસી નેતાએ રાષ્ટ્રપતિ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિરોધમાં ભાજપ દ્વારા માંગરોળમાં વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

ઉત્તરાખંડના જોશીમઠ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આફત જાહેર કરવા અને લોકોને વળતર આપવા માંગ

ProudOfGujarat

ભરૂચ ખાતે ભાતીગળ મેઘરાજાના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું, ધારાસભ્ય,પોલીસવડા સહિતના આગેવાનોએ ઘોઘારાવ મહારાજ-છડીના દર્શન કરી ધન્યતા અનુભવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!