ફેક્ટરીમાં દુર્ઘટનાના બનાવ અવારનવાર બનતા હોય છે ત્યારે એવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં ફેકટરીમાં આગ લાગતાં ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા જ્યારે એક શ્રમિકનું મોત નિપજ્યું હતુ. મળતી માહિતી અનુસાર રાજકોટનાં મેટોડા GIDCમાં આવેલ એક ફેકટરીમાં બોઈલર ફાટતાં આખા શેડમાં આગ લાગી ગઈ હતી અને ત્યાં રહેલા પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા જેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમના એક શ્રમીકનું મૃત્યુ નિપજ્યું છે.
રાજકોટની મેટોડા GIDCમાં આવેલ પર્વ મેટલ નામની ફેક્ટરીમાં ધડાકાભેર બોઇલર ફાટતા આખા શેડમાં આગ પ્રસરી હતી. બ્લાસ્ટ સમયે ફેક્ટરીમાં કામ કરતા ૫ શ્રમિક ગંભીર રીતે દાઝી જતા એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમ્યાન પાંચ શ્રમિકમાના એક શ્રમિક અરવિંદ ચૌહાણનું મૃત્યુ નિપજ્યું છે. બોઇલર ફાટતા ફેક્ટરીમાં આગ લાગી હતી. આગ લાગવાનું જાણ થતાં ફાયર બ્રિગેડને બોલવામાં આવી હતી. જેથી ફાયર ફાઈટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું જાણ પોલીસને થતાં પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બનાવથી ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોમાં નાસભાગ મચી હતી. પ્રચંડ બ્લાસ્ટથી શેડનાં પતરાં તૂટી ગયાં હતાં અને કેટલાંક પતરાં ઊડીને આસપાસના વિસ્તારોમાં પડ્યાં હતા.