Proud of Gujarat
FeaturedGujaratINDIA

દુર્ઘટના ટળી : ભરૂચ, નબીપુર નજીક અપ લાઇનનો પાટો તૂટી જતા રેલવે તંત્રમાં દોડધામ, ગણતરીના સમયમાં રીપેરીંગ કાર્ય હાથ ધરાયુ.

Share

ભરૂચના નબીપુર રેલવે સ્ટેશન ઉપર અપલાઇન ઉપર રેલ ફેક્ચરની ઘટના સોમવારે સવારે સામે આવી છે. જોકે ગેંગમેનના ચેકીંગમાં પાટો તૂટેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક વડોદરાથી સુરત જતી ટ્રેનોને જે તે સ્ટેશને થોભાવી દેવામાં આવી હતી.
નબીપુર અપલાઈન પર રેલ ફેક્ચરને લઈ અમદાવાદ-દિલ્હી-મુંબઈનો ટ્રેન વ્યવહાર 30 મિનિટ સુધી ઠપ થઈ ગયો હતો. અડધા કલાકનો બ્લોક લઈ તૂટેલો પાટો દુરસ્ત કરી દેવાયો હતો.

શિયાળામાં રેલવેના પાટા સંકોચાવાની અને ઉનાળામાં વિસ્તરણ પામવાની ઘટના સામાન્ય છે. અતિશય ઠંડીના કારણે પાટા સંકોચાવા અને ગરમીમાં પહોળા થવા સાથે હજારો ટન વજનની ટ્રેનો પુર ઝડપે પસાર થતા રેલ કે ટ્રેક ફેક્ચરની ઘટના ઘટે છે.
એટલે કે અતિશય ભારે દબાણના કારણે પાટામાં ક્રેક આવતા તૂટી જાય છે. આવી જ એક ઘટના સોમવારે સવારે 9 કલાકના અરસામાં ભરૂચના નબીપુર રેલવે સ્ટેશન નજીક સામે આવી હતી. વડોદરા-ભરૂચ વચ્ચે મુખ્ય અપલાઈન ઉપર નબીપુર રેલવે સ્ટેશન નજીક અપલાઈનને જોડતો રેલવે ટ્રેક ફેક્ચર થઈ ગયો હતો. સોમવારે સવારના ફરજ બજાવતાં ગેગમેન કે પહેલા પસાર થયેલી ઉદેપુર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનના ડ્રાઈવરને રેલ ક્રેક વિશે જાણ થઈ હોવાની માહિતી સાંપડી છે.

Advertisement

રેલવે ટ્રેક ચેકીંગ દરમ્યાન ધ્યાન પડતાં ઘટનાની જાણ નબીપુર રેલવે સ્ટેશન અને ભરૂચ રેલવેના અધિકારીને કરવામાં આવતા રેલવે તંત્ર દોડતું થયું હતું. પાટામાં ભંગાણની જાણ પી ડબ્લ્યૂ આઈને પણ કરાઈ હતી. રેલવે ગેંગમેનની સમય સુચકતાથી મોટી રેલવે દુર્ઘટના ટળી ગઈ હતી. ઉચ્ચ રેલવે અધિકારીઓને રેલ ફેક્ચરનો મેસેજ અપાતા બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ મહત્વની એક્સપ્રેસ ટ્રેનોને વડોદરા તરફથી પાલેજ તરફ આગળ જતાં વચ્ચેના સ્ટેશનોએ રોકી દેવામાં આવી હતી. જેમાં પાલેજ, નબીપુર અને અન્ય સ્ટેશનો ઉપર પશ્ચિમ એક્સપ્રેસ, ગુજરાત એકપ્રેસ અને પુરી વલસાડ 3 ટ્રેનોને અટકાવી દેવાઈ હતી. રેલવે ટ્રેકની ઘટનાના પગલે વડોદરા તરફથી મુંબઈ તરફ જતી 3 સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો તેના નિયત સમય કરતાં અડધોથી પોણો કલાક મોડી ચાલતી હતી. રેલવે એ અડધો કલાકનો બ્લોક લઈ ટ્રેક કેક્ચરને નવો પાટો નાખી દુરસ્ત કરી દીધું હતું. આશરે સવા 10 કલાકથી અપ લાઈનનો ટ્રેન વ્યવહાર ફરી શરૂ કરી દેવાયો છે.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ભરૂચની મુન્શી સ્કૂલ ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો જેમાં સ્કૂલ પટાંગણમાં વૃક્ષા રોપણ કરી પર્યાવરણ અંગે નો સંદેશો વહેતો કર્યો હતો….

ProudOfGujarat

રાજપારડી વિસ્તારમાંથી વરલી મટકા નો જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ

ProudOfGujarat

ઝંઘાર ગામના ગૌચરમાં માટી ખોદકામ પ્રકરણમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!