Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં ગુજરાત બંધને મિશ્ર પ્રતિસાદ, દહેજ માર્ગ પર ટાયરો સળગ્યા, વાહન વ્યવહાર અટકાવવાનો પ્રયાસ.

Share

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તમામ રાજકીય પક્ષો હવે મતદાતાઓને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે હવે કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન કોંગ્રેસ દ્વારા આપ્યું છે. મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે બંધનું એલાન આપવામાં આવ્યું છે.

આ તકે ભરૂચ જિલ્લામાં ગુજરાત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, ભરૂચ શહેરી વિસ્તારમાં બંધને લઇ કોઇ પણ જાતની અસર જોવા મળી ન હતી. જોકે વહેલી સવારે ભરૂચ, દહેજ માર્ગ ઉપર કેટલાક કોંગી કાર્યકરોએ ટાયરો સળગાવી રસ્તો બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ઠેરઠેર ટાયરો સળગતા મામલે પોલીસ વિભાગ અને ફાયરના કર્મીઓને જાણ કરવામાં આવતા ફાયર વિભાગે સ્થળ પર દોડી જઈ સળગતા ટાયરો પર પાણીનો મારો ચલાવી તેને ઓલવ્યા હતા તો મામલે પોલીસ વિભાગે પણ તપાસ શરૂ કરી હતી.

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધની કોઈ અસર જોવા મળી ન હતી. ભરૂચ, અંકલેશ્વર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે સવારથી જ જન જીવન રાબેતા મુજબનું જોવા મળ્યું હતું, ત્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર સહિતના કાર્યકરોએ ભેગા થઇ કોંગ્રેસ કાર્યલય બંધ રાખી વાહન ચાલકોને મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓના પેમ્પ્લેટનું વિતરણ કરી વાહન ચાલકોને બંધમાં જોડાવવા માટેની અપીલ કરવામાં આવી હતી.

Advertisement

કોંગ્રેસ સમિતિ દ્વારા આપેલ બંધના એલાનના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે ભરૂચ, અંકલેશ્વર સહિતના વિસ્તારો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. જોકે કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધના એલાનનો ભરૂચ જિલ્લામાં ફિયાસ્કો થયો હોય તેમ વહેલી સવારથી રાબેતા મુજબના જનજીવન ઉપરથી લોકોએ અનુમાન લગાવ્યું હતું.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ચાસવડ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચુંટણી માટે ૩૫ ઉમેદવારી પત્રો ભરાયા

ProudOfGujarat

ભરૂચ : કરજણ ખાતે મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષની ઉપસ્થિતિમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : વાગરાનાં પહાજ નજીક કાર ચાલકે 2 બાઈકને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત, પાંચ વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!