આજે રાજપીપલામા દબદબાભેર કરજણ નદીમાં ગણેશવિસર્જન થઈ રહ્યું હતું ત્યારે બીજી તરફ રાજપીપલા સંતોષ ચાર રસ્તા પર આવેલ મહારાષ્ટ્રીયન દંપતી દીપક જગતાપ અને જ્યોતિ જગતાપના નિવાસસ્થાને એક મોટા ડ્રમમા પાણી ભરી ડ્રમને ફૂલોથી શણગારી ડ્રમમા જ ગણેશમૂર્તિનું ભારે હૈયે ગણપતિબાપ્પા મોર્યા.. પુડચ્યા વર્ષી લવકરયાના નાદ સાથે ડ્રમમા વિસર્જન કર્યું હતું.
દશ દશ દિવસના આતીથ્ય બાદ ગણેશ વિસર્જન વેળા આવી જતા આજે જોકે મોટા ભાગના ભક્તોએ ઘરે સ્થાપના કરી હતી જેથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ઘરોમાં જ છેલ્લી આરતી પૂજન કરી ગણપતિ બાપ્પા મોરિયા, પુડચ્યા વર્ષી લવકરયાના નારા સાથે ડોલ કે ટબમા વિસર્જન કરી પર્યાવરણનો સારો મેસેજ ગણેશ ભક્તોએ આપ્યો હતો.
રાજપીપલાના મહારાષ્ટ્રીયન જગતાપ પરિવારે પોતાના ઘરે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશમૂર્તિની સ્થાપના કરી હતી. 10 દિવસના આતીથ્ય બાદ છેલ્લા દિવસે મોદકનો પ્રસાદ ધરાવી ઘરે જ ડ્રમમા પાણીમાં ગણેશમૂર્તિનું ભારે હૈયે વિસર્જન કરાયું હતું.
દીપક જગતાપ, રાજપીપલા