ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા આજે ૮ મી સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસનું સેલીબ્રેશન કરવામાં આવ્યુ હતુ. યુનેસ્કો દ્વારા ૧૯૬૬ થી આ દિનની ઉજવણી કરાય છે. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે કોઈપણ સભ્ય સમાજની નિશાની તેની સાક્ષરતા હોય છે. શિક્ષણ એ માનવઅધિકારમાં આવે છે એટલે કે સાક્ષરતા તંદુરસ્ત સમાજનો પાયો છે. આજે પણ વિશ્વના ઘણા દેશો એવા છે જેની સાક્ષરતાનો દર ૧૨ થી ૨૦% જ છે. જે આપણા માટે મોટી ચેલેન્જ છે. આજના ઈન્ટરનેટના યુગમાં વિશ્વએ ઘણી મોટી હરણફાળ ભરી છે પરંતુ વાસ્તવીકતાએ પણ છે વિશ્વના ઘણા લોકોને લખતા વાંચતા પણ નથી આવડતુ. ભારતમાં એવુ માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તીને લખતા વાંચતા આવડતુ હોય તો તેને સાક્ષર કહેવાય છે. આમ છતાં ભારતમાં સાક્ષરતાનો દર ૭૪% છે. એટલે કે આજે પણ ૨૬ ટકા લોકો એવા છે જેને લખતા વાંચતા પણ નથી આવડતુ. પ્રિ.વકીલે વધુમાં કહ્યું હતુ કે ભારતની આઝાદીને ૧૦૦ વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી આપણો સાક્ષરતા દર ૧૦૦ ટકા થાય તેવુ આયોજન થવુ જોઈએ. આ અભીયાનની સવિશેષ જવાબદારી શૈક્ષણીક સંસ્થાઓએ લેવી જોઈએ તથા દેશને સંપૂર્ણ સાક્ષર બનાવવા સિંહફાળો આપવો જોઈએ. આ કાર્યક્રમમાં કોલેજના ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
અમદાવાદ : એચ. એ. કોલેજ માં વિશ્વ સાક્ષરતા દિવસનું સેલીબ્રેશન કરાયું.
Advertisement