ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં હાલ કેટલાક નાગરીકો દ્વારા તાલુકામાં વિવિધ ગ્રાન્ટ ક્યાં ક્યાં વપરાઇ તે બાબતે માહિતી માંગવામાં આવી રહી છે. અગાઉ એક નાગરીક દ્વારા ૧૪ મા નાણાપંચની ગ્રાન્ટ સંબંધે માહિતી માંગવામાં આવી હતી, જ્યારે તાલુકાના પડવાણીયા ગામના રાજેન્દ્રભાઇ લક્ષ્મણભાઇ વસાવા નામના નાગરીકે ભરૂચ જીલ્લા પંચાયતને જાહેર માહિતી અધિનિયમ હેઠળ અરજી કરીને ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૨ સુધીના સમય દરમિયાન કેટલી ગ્રાન્ટ કયા કયા કામો માટે ફાળવેલ છે, તે મત વિસ્તારમાં આવતા તાલુકા પ્રમાણે રેકર્ડ આધારિત વિગતોની માહિતી માંગી હતી. તેમજ આ સમય દરમિયાન ફળવાયેલ ગ્રાન્ટ કઇ જગ્યાએ કયા કયા કામો માટે વાપરેલ છે, તેની દરેક કામોની વિગત રેકર્ડ આધારિત પ્રમાણિત નકલ સાથે મેળવવા માહિતી એક્ટ હેઠળ અરજી કરી હતી. વિધાનસભાની ચુંટણીઓ નજીકમાં છે ત્યારે તાલુકામાં વિવિધ ગ્રાન્ટ ક્યાંક્યાં વપરાઇ તેની માહિતી આરટીઆઇ હેઠળ માંગવામાં આવી રહી છે તેને લઇને તાલુકાના રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે.
ઝઘડિયાના ધારાસભ્યની ગ્રાન્ટ ક્યાં વપરાઇ એ બાબત માહિતી માંગવામાં આવતા ચકચાર.
Advertisement