નડિયાદના પીપલગ પાસેના હાઈવે પરથી પસાર થતી કાર હીટ વાગી જતા કાર જોતજોતામાં સળગી ઉઠી હતી. આ બનાવમા ચાલકનો આબાદ બચાવ થઈ ગયો છે. નડિયાદ ફાયરબ્રિગેડે પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ છે.
નડિયાદના પીપલગ ગામ નજીકથી પસાર થતા અમદાવાદ વડોદરાના નેશનલ હાઇવે નંબર 48 પર બુધવારની મોડીરાતે પસાર થતી અલ્ટીકા ગાડીમાં આગ લાગી હતી. વડોદરાથી અમદાવાદ તરફ જતી આ કારમાં એકાએક આગ લાગતા ચાલકે કારને હાઈવેની સાઈડમા ઉભી કરી બહાર નીકળી ગયા હતો. આસપાસના લોકોએ ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. ભિષણ આગ પર ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આ લાગેલ આગ કાબુમાં આવી હતી. પરંતુ કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ હતી. આ બનાવમા કોઈ જાનહાનિ સર્જાઈ નહી. ચાલકનો આબાદ બચાવ થયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
નરેશ ગનવાણી : નડિયાદ