મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે ગઇ તા.૨૭/૦૬/૨૦૨૨ના બપોરે એક થી ચાર વાગ્યાના સમય ગાળા દરમ્યાન કોઇપણ સમયે ફરીયાદીની સગીર વયની દિકરીને આ આરોપી મહેશભાઇ મહોબતભાઇ ઝાલા રહે.જરાવત શામળાવત ફળીયુ તા.મહેમદાવાદ જી.ખેડા નાઓ લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી પટાવી જાર કામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયેલ હોય જે બાબતે ફરીયાદ આપતા મહેમદાવાદ પોલીસ સ્ટેશન ઇ.પી.કો. કલમ-૩૬૩,૩૬૬, તથા પોકશો એક્ટ કલમ૧૮ મુજબ દાખલ કરી તપાસ કરવામાં આવેલ અને અલગ અલગ ત્રણ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને ટેકનીકલ સોર્સના માધ્યમથી તપાસ શરૂ કરવામાં આવેલ જે આધારે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એચ.વી.સીસારા તથા સર્વેલન્સ સ્કોડનાં સ્ટાફ દ્વારા બાતમી આધારે સદર ગુનાના ભોગ બનનાર તથા આરોપી ગામ.રોહીસ્સા તા.મહેમદાવાદ જી.ખેડા ખાતે હોવાની માહીતી મળેલ જે આધારે સર્વેલન્સ સ્કોડની ટીમો સાથે રાખી સદર જગ્યાએ વહેલી સવારે તપાસ કરતા આ કામે ભોગબનનાર તથા આ કામના આરોપી મહેશભાઇ ઉર્ફે પપ્પુ મહોબતસિંહ કાંતિભાઇ ઝાલા ઉ.વ.૧૯ રહે.જરાવત શામળાવત ફળીયુ તા.મહેમદાવાદ ખેડા ભોગ બનનાર તથા આરોપીને ભગાડવામાં મદદ કરનાર કિરણભાઇ વિઠ્ઠલભાઇ ઝાલા ઉ.વ.૨૪ રહે.જરાવત બ્રમ્હાણી વાસ મહેમદાવાદ ખેડા તનવીરમીયા કાલુમીયા મલેક ઉ.વ.૫૦ રહે.આમસરણ પ્રાથમિક શાળાની બાજુમાં પહેલુ ફળીયુ મહેમદાવાદ ખેડા નાઓ રોહીસ્સા ગામ ખાતેથી મળી આવતા આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ મહેમદાવાદ પોલીસ ચલાવી રહેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ