Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ઠાસરાના રાણયા શિહોર રોડ પર વાહનની ટક્કરે એકનું મોત.

Share

ઠાસરાના ભદ્રાસામાં રહેતા ૩૮ વર્ષીય નિવૃત જવાનનો રાણિયા-શિહોરા રોડ પર પેટ્રોલપંપ નજીક અકસ્માત સર્જાતા મોત નીપજયું છે.
કંપનીમાંથી સીક્યુરીટીની નોકરી કરી પરત આવી રહ્યા ત્યારે અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. ઠાસરાના ભદ્રાસામાં રહેતા સુરેશભાઇ ઉં.વ.૩૮ આર્મીમાંથી વર્ષ-૨૦૧૯ માં નિવૃત થઇ વડોદરા કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા. તા.૪ સપ્ટેમ્બરના રોજ સુરેશભાઇ સાંજના છ વાગ્યે બાઇક લઇ મંજૂસર કંપનીમાં નોકરી પર ગયા હતા. તા ૫ સપ્ટેમ્બરના રોજ બપોરના તેઓ પરત આવી રહ્યા હતા તે સમયે ઠાસરાના રાણીયા-શિહોરા જવાના રોડ પર પેટ્રોલપંપ નજીક અજાણ્યા વાહન ચાલકે સુરેશભાઇના બાઇકને અડફેટે મારી હતી. જેથી ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈનું મોત નિપજયું હતું. આ બનાવની જાણ પરિવારજનોને કરતાં બનાવ સ્થળે પહોંચ્યા હતા. ત્યા સુરેશભાઇ મૃત હાલતમાં પડયા હતા.રાવજીભાઇ પરમારની ફરિયાદ આધારે ડાકોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

દહેજ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ઓક્સિજન જનરેટર પ્લાન્ટનું ઉદ્દઘાટન કરાયું.

ProudOfGujarat

મિક્સ્ડ માર્શલ આર્ટમાં વડોદરાની ઇશિકા થિટેએ પસંદગી પામી ગુજરાતનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારવા ખેડા જિલ્લામાં 244 ખેડૂતોને રૂ.13.80 લાખની સહાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!