કોંગ્રેસ તેની 3,570 કિલોમીટર લાંબી ‘ભારત જોડો યાત્રા’ની શરૂઆત કન્યાકુમારીમાં એક મેગા રેલીથી કરશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કન્યાકુમારીથી શરૂ થનારી પાર્ટીની ભારત જોડો યાત્રા પહેલા આજે ચેન્નાઈ પહોંચ્યા હતા. અહીં સવારે તેમણે તેમના પિતા રાજીવ ગાંધીની સમાધિ પર જઈને શ્રદ્ધાંજલિ આપી હતી.
કોંગ્રેસના કાર્યકરોએ કન્યાકુમારીના દરિયાકાંઠાના શહેર “ભારત જોડો યાત્રા” માટે ભવ્ય તૈયારીઓ કરી છે. તમિલ ભાષામાં “સ્વાગત રાહુલ ગાંધી” અને “ભારત જોડો યાત્રા” લખેલા પોસ્ટરો શહેરભરમાં અનેક જગ્યાએ લગાવવામાં આવ્યા છે. ‘મહાત્મા ગાંધી મંડપમ’ સુધી ધ્વજ અને રંગબેરંગી કાગળોથી શણગારવામાં આવ્યા છે, જ્યાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ખાદીથી બનેલો ધ્વજ આપશે. ગાંધી સેવાદળના કાર્યકરોને ધ્વજ સોંપશે, જેઓ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3,570 કિલોમીટર લાંબી મુસાફરીનું સંચાલન કરી રહ્યા છે.
કોંગ્રેસે ભારત જોડો યાત્રાને ભારતીય રાજકારણનો ‘ટર્નિંગ પોઈન્ટ’ ગણાવી કન્યાકુમારી, 7 સપ્ટે. તે એક નવી શરૂઆતનું પ્રતીક છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યું, “7 સપ્ટેમ્બર 2022 એ દિવસ જ્યારે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી અત્યાર સુધીની સૌથી લાંબી પદયાત્રા પર નીકળશે. આજનો દિવસ શાંત ચિંતન અને નવા સંકલ્પનો દિવસ છે.” તેમણે કહ્યું, “ભારતીય રાજકારણમાં આ એક વળાંક છે. નવી શરૂઆતનું પ્રતીક છે.”
નોંધનીય છે કે રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રા એ આગામી 2024 ની ચૂંટણીના ભાગરૂપે શરુ કરવામાં આવી છે જો કે કોંગ્રેસમાંથી ધીરે ધીરે દિગ્ગ્જ નીકળી રહ્યા છે ત્યારે આ યાત્રા કોંગ્રેસ માટે અને રાહુલ ગાંધી માટે કેવી રહેશે તે તો સમય જ બતાવશે.