Proud of Gujarat
GujaratFeaturedINDIA

બનાસકાંઠામાં ધર્માતરણ મામલે ગૃહ વિભાગ એક્શનમાં – ATS ને તપાસના આદેશ આપ્યા.

Share

ધર્માતરણ કેસ મામલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. સમગ્ર કેસની તપાસનો મામલો એટીએસને સોંપવામાં આવ્યો છે. જેથી એટીએસ સમગ્ર મામલે તપાસ કરશે. ધર્માતરણ કેસને લઈને વિવાદ થતા સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે.

લોકોમાં નારાજગી આ કેસ મામલે જોવા મળી રહી છે ત્યારે આ મામલે ગૃવિભાગ એક્શનમાં આવ્યું છે. અગાઉ 5 હજારથી વધુ લોકોની રેલી આજે ડિસામાં યોજવામાં આવી હતી. હિન્દુ સંગઠનો, હજારો વેપારીઓ એકત્રિત થયા હતા. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વોપારીઓ અને યુવા સંગઠનો જોડાતા મામલો ઉગ્ર બનતા પોલીસે લાઠીચાર્જ પણ અગાઉ કરવો પડ્યો હતો.

Advertisement

તાજેતરમાં જ ડીસા જિલ્લાના માલગઢ ગામની અંદર ધર્માતરણનો મામલો સામે આવ્યો હતો. જેમાં પરીવાર પાછો સોંપવા માટે 25 લાખની માંગણી કરાતાં પરિવારના મોભીએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. જેથી આ મામલે લોકો ઉગ્ર બન્યા હતા. જોકે પોલીસે કેટલા આરોપીઓની ધરપકડ પણ કરી હતી. ખાસ કરીને ધર્મ પરીવર્તન કરેલ પરીવાર મળી ના આવતા સમગ્ર જિલ્લામાં હિન્દુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ડીસામાં નિકળેલી રેલી બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો ત્યારે ગૃહ વિભાગે પણ સતેજ થઈને આ મામલે એટીએસને તપાસ સોંપી છે.


Share

Related posts

ડેડીયાપાડામાં અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપ ના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે.મનસુખ વસાવા

ProudOfGujarat

વલસાડની જમનાબાઈ સ્કૂલ પાસેથી હવસના ભૂખ્યા લોફર ઝડપાયા

ProudOfGujarat

દૈનિક ભાસ્કર ગ્રુપ પર IT ના દરોડા, 2 ડઝન ઠેકાણાઓ પર 800 થી વધુ અધિકારીઓ પહોંચ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!