સુરત ક્રાઈમ બ્રાન્ચના સંબંધિત સૂત્રો પાસેથી મળતી પ્રાપ્ત વિગતો અનુસાર સુરત ક્રાઈમ બ્રાન્ચ ને અંગત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ હોય કે સુરતના રિંગ રોડ વિસ્તારથી સરદાર માર્કેટ જવાના રોડ પર મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવી પહોંચેલી બે મહિલાઓ પાસે ડ્રગ્સનો જથ્થો મોટા પ્રમાણમાં છે એ બાતમી આધારે બાતમીવાળી જગ્યા પર પોલીસે વોચ ગોઠવતા બંને મહિલાઓ ઝડપાઈ ગયેલ હોય બંને મહિલાઓને અટકાયત કરી તેઓના નામ પૂછી તેઓની બેગમાં તપાસ કરવામાં આવતા તેમની બેગમાંથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ મળી આવેલ હોય, જે ડ્રગ્સની કિંમત 20 લાખ 90 હજાર હોય છે જેને કબ્જે કરી બંને મહિલાઓની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સુરત ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે રેલ્વે મારફતે મહારાષ્ટ્રથી ગુજરાતમાં ડ્રગ્સ લઈને આવેલી બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. અનેક વખત પોલીસની બાજ નજરના કારણે પેડલર્સને ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવતા હોય છે.