વિદેશમાંથી ભારત આવતા પહેલા સુવિધા વેબસાઈટ પર યાત્રિકોએ પોતાની જાતે જ ફોર્મ ભરવું પડશે. 72 કલાકની અંદર જ કરાવેલા આરટીપીસીઆર રિપોર્ટને દેખાડવો જરૂરી રહશે. આ સિવાય યાત્રિકોએ લીધેલી રસીનું સર્ટિફિકેટ પર બતાવવું પડશે.
વિદેશથી આવતા દરેક યાત્રિકોએ દરેક યાત્રિકોની એરપોર્ટ પર ટેસ્ટિગ ફરજીયાત કરવામાં આવ્યું છે. આ ટેસ્ટિગ રેન્ડમ હશે. આ મુજબ ભીડમાંથી કોઈ પણ વ્યક્તિને રોકીને તેમનું ટેસ્ટિગ કરવામાં આવશે. જો ટેસ્ટિગ દરમિયાન કોઈનું સેમ્પલ સંક્રમિત થયેલું જણાશે તો તેમને ઇન્સાકોગની લેબમાં મોકલવામાં આવશે. જ્યાં સેમ્પલની જિનોમ સીકવેંસીન્ગ થશે.
આ જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાને લઈને સંશોધિત દિશા તેમજ નિર્દશોમાં દીધી છે. આ વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ દિશા નિર્દશોમાં સંશોધન કરવામાં આવ્યું હતું પરંતુ હવે મંત્રાલયે ફરીથી નિયમ બદલ્યો છે.
ભારત આવતા પહેલા મુસાફરોએ સુવિધા વેબસાઇટ પર સ્વ-ઘોષિત ફોર્મ ભરવાનું રહેશે. 72 કલાકમાં કરવામાં આવેલ RTPCR ટેસ્ટનો રિપોર્ટ બતાવવાનો રહેશે અને રસીકરણનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે. આ સાથે છેલ્લા 14 દિવસના પ્રવાસની સંપૂર્ણ વિગતો પણ આપવાની રહેશે. સ્વ-ઘોષિત ફોર્મ પર એ પણ જણાવવાનું રહેશે કે તપાસ રિપોર્ટ એકદમ સાચો અને પુષ્ટિ થયેલ છે. જો આ રિપોર્ટ ખોટો જણાશે તો તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,809 નવા કેસ નોંધાયા છે, જ્યારે ચેપને કારણે 21 લોકોના મોત થયા છે. હવે દેશમાં સક્રિય કેસ 55,114 છે. આ સાથે, રસીકરણની સંખ્યા 213 કરોડને વટાવી ગઈ છે.