Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના પૌરાણિક રાધા વલ્લભ મંદિર ખાતે રાધાષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ.

Share

અંકલેશ્વરના લગભગ 200 વર્ષ જુના રાધા વલ્લભ મંદિર ખાતે રાધા અષ્ટમીની પરંપરાગત રીતે ઉજવણી કરાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિર ખાતે રાધાષ્ટમી નિમિત્તે પ્રતિવર્ષ પરંપરાગત જન્મોત્સવ મનાવવામાં આવે છે. શનિવારે સાતમના દિવસે અંકલેશ્વર હરીદર્શન સોસાયટી ખાતે આવેલ કમાલી બાબાની વાડી ખાતે પાદુકા પૂજન સહિતની ધાર્મિક વિધિ યોજાઈ હતી અને રવિવારે રાધાષ્ટમીના દિવસે વહેલી પરોઢે રાધાજીના જન્મોત્સવની ઉજવણી કેસર સ્નાન સહિતની ધાર્મિક પરંપરા અનુસાર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે રાધા વલ્લભ મંદિરના જગદીશ લાલજી ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને રાધાજીના જન્મની ઉજવણીમાં ભાગ લઈ કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ લોકસભા બેઠક પર ભગવો લહેરાયો.મનસુખભાઇ વસાવા સતત છઠ્ઠી વખત વિજેતા.શેરખાન પઠાણની કારમી હાર.છોટુભાઈ કાગનો વાઘ સાબિત થયા…

ProudOfGujarat

નવસારી જિલ્લા પંચાયતની યોજનાઓની જાણકારી હવે આંગળીના ટેરવે મળી રહેશે : દેશમાં પ્રથમ એપ્‍લીકેશન લોન્‍ચ નવસારી જિલ્લામાં

ProudOfGujarat

સાગબારા ખાતે જમીન પ્રશ્ને એક જ કોમના બે જૂથ વચ્ચે ઝપાઝપી ઝઘડો મારામારી પ્રકરણમાં બે ને ગંભીર ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!