Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદ પશ્ચિમમાં મારકણી ગાયે રાહદારીને ગોથે ચડાવ્યો.

Share

નડિયાદમાં શહેરમાં ઠેકઠેકાણે રખડતા પશુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે નડિયાદ પશ્ચિમમાં આજે એક મારકણી ગાય અહીયાથી પસાર થતા રાહદરીને દોડાવી દોડાવી ગોથે ચડાવ્યો હતો. જેના કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

નડિયાદ શહેરમાં દિવસેને દિવસે રસ્તે રખડતાં પશુઓનો આતંક વધી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તાર એવા શારદા મંદિર વિસ્તારમાં રખડતી એક ગાય મારકણી બની તોફાન મચાવ્યું છે. આ ગાય રોડ પર આવતા જતા વાહન ચાલકોને તેમજ રાહદારીઓને પોતાના નિશાન બનાવ્યા હતા. રસ્તે જતા એક વ્યક્તિને તો ગાયે દોડાવી દોડાવીને શીંગડા માર્યા છે. જીવ બચાવવા માટે તે વ્યક્તિ દોડીને બાજુમાં આવેલ મેદાનમાં દોડી ગયો હતો. છતાં પણ ગાય તેની પાછળ દોડી પગ વડે ચગદી દીધો હતો. આ વ્યક્તિને કોઈ ગંભીર ઈજાઓ થઈ નથી. પરંતુ તેના પહેરેલ કપડા ફાટી ગયા હતા. પાલિકાના માણસો આવતા વ્યક્તિને બચાવી લેવાયો હતો. નડિયાદ શારદા મંદિર રોડ સાંઈબાબા મંદિર વિસ્તાર અને ઝલક હોટલ રીંગ રોડ વિસ્તારમા આ ગાયે આતંક મચાવતાં અહીયા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે પાલિકા તંત્ર દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ આ મારકણી ગાયને પાંજરે પુરી દેવામા આવતા સ્થાનિકોએ હાશકારો લીધો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નેત્રંગ તા.પંચાયતમાં વૃક્ષારોપણ કરાયું, ટીડીઓ અલ્પના નાયર તા.પંચાયતના સત્તાધીશોએ વૃક્ષો જતન કરવાના સંકલ્પો કર્યો.

ProudOfGujarat

વડોદરાની બેંક ઓફ બરોડામાંથી નજર ચૂકવી ચોરી કરનાર બે આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

અમદાવાદમાં ચોમાસાના પ્રારંભે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!