અમદાવાદમાં ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તીનું સ્થાપન વર્ષો વર્ષ થાય તે માટે AMC દ્વારા અવારનવાર અવેરનેસ કાર્યક્રમો દર વખતે કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ શહેરોના માર્ગો પર પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે અને ઈકોફ્રેન્ડલી મૂર્તિઓના ફાયદાઓ સમજાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ઈકોફ્રેન્ડલી ગણેશોત્સવ સ્પર્ધાનું આયોજન પણ કરાયું છે. આ સ્પર્ધા અન્વયે કોર્પોરેશન દ્વારા લોકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે.
ગણેશ ચતુર્થી નિમિત્તે અમદાવાદમાં અંદાજિત 4 લાખથી વધુ ઘરો અને પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આ દરમિયાન કોર્પોરેશન દ્વારા ગણેશ ઉત્સવને ઈકો ફ્રેન્ડલી ગણેશોત્સવ તરીકે ઉજવવા ઈકોફ્રેન્ડલી ગણેશોત્સવ પ્રોત્સાહન સ્પર્ધામાં ભાગ લેનારનું ઓબ્ઝર્વેશન કરી વિજેતા નક્કી કરાશે. જે માટે માર્કીંગ કરવામાં આવશે અને એ મુજબ નિર્ણાયક કમીટી દ્વારા સાત ઝોન પ્રમાણે પ્રથમ નંબરે આવેલ વિજેતાઓને લોકમાન્ય તિળક ટ્રોફી આપવામાં આવશે. એટલું જ નહીં અન્ય પ્રોત્સાહક ઈનામો પણ અમદાવાદીઓને આપવામાં આવશે.
ઈકોફ્રેન્ડલી મૂર્તિનું આ કારણે થવું જોઈએ સ્થાપન
– પીઓપી અને પ્લાસ્ટિકની મૂર્તિઓમાં હાનિકારક કેમિકલથી બનેલા રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રંગો સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ હાનિકારક છે. જ્યારે પી.ઓ.પી.માંથી બનાવેલી મૂર્તિનું વિસર્જન કરવાથી પાણીની ગુણવત્તા બગડે છે.
– મૂર્તિઓના રાસાયણિક રંગોથી પાકને પણ ઘણી અસર થાય છે. દૂષિત પાણીથી ઉગાડવામાં આવતા શાકભાજીની સાથે સાથે હાનિકારક તત્વો પણ ઘર ઘર સુધી પહોંચે છે.
– પી.ઓ.પી.ની મૂર્તિઓની સરખામણીમાં માટીની મૂર્તિઓ પર્યાવરણને નુકસાનથી બચાવે છે.
– ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પાણીમાં ઝડપથી ઓગળી જાય છે.