Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં મહિલા અને બાળ વિકાસ દ્વારા પોષણ માસનો પ્રારંભ કરાયો.

Share

અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસ દરમ્યાન પોષણ માસનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની, ભરૂચ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકોર અને અંકલેશ્વરના સંકલીત બાળ વિકાસ અધિકારી સોનલબેન ઠક્કરની અધ્યક્ષતા હેઠળ પોષણ માસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં 0 થી 2 વર્ષના બાળકોને માતાને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે ગ્રામવિકાસ ટ્રસ્ટ દ્વારા કિશોરી અને મહિલાઓને માસીક ધર્મ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોષણ માસ અભિયાન અંતર્ગત અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ સંકલીત બાલ વિકાસ યોજના કચેરી દ્વારા તા.1 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર દરમ્યાન પોષણ માસ આભીયાનનો પ્રારંભ કર્યો હતો.

આ પોષણ માસના પ્રારંભ ટાણે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત 0 થી 2 વર્ષ ના બાળકોની માતાને પોષણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા પોષણ માસ અંતર્ગત કિશોરીઓ અને મહિલાઓમાં માસીક ધર્મ અંગેની જાગૃતતા કેળવાય તે માટે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે વિનામૂલ્યે સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પોષણ માસ દરમ્યાન તમામ આંગણવાડી કેન્દ્રો ઉપર પોષણને લગતા કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ વાનગીનું પણ નિર્દેશન કરવામાં આવ્યું હતું.

તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની, ભરૂચ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકોર અને અંકલેશ્વરના સંકલીત બાળ વિકાસ અધિકારી સોનલબેન ઠક્કરની અધ્યક્ષતા હેઠળ પોષણ માસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આંગણવાડી બહેનો અને 2 વર્ષ સુધીના બાળકોની માતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રંસગે ગ્રામ વિકાસ ટ્રસ્ટના જીગીષાબેન, અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર નિરાલી પટેલ સહીત સંકલીત બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રખડતા ઢોર ઢાકરનો અડ્ડો એટલે લીંબડી સિવિલ હોસ્પિટલ

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડી ફ્રી મહા નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ગોધરા સરદારનગરખંડ ખાતે જિલ્લા પુરવઠા તંત્ર અને કોમન સર્વિસ સેન્ટરની અધ્યક્ષ સ્થાને વર્કશોપ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું :બીપીએલ લાભાર્થી ઓને ગોલ્ડન કાર્ડ કાઢી આપવામાં આવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!