પાટણમાં આજે ઋષિ પંચમીના દિવસે મહિલાઓએ માટીમાંથી બનાવેલા ઋષિઓની પ્રતિકૃતિનું પુજન કર્યું હતું. આ વ્રત પાપનો નાશ કરનાર અને શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે. શ્રીમાળી સામવૈદી બ્રહ્મ સમાજની મહિલાઓએ સમૂહ પૂજાનો લાભ લીધો હતો.
પાટણમાં ઋષિ પંચમીના દિવસે મહિલાઓએ માટીમાંથી બનાવવામાં આવેલા ઋષિઓની પ્રતિકૃતિનું કર્યું હતું. આ અંગે ભાદરવા સુદ પાંચમના પવિત્ર દિવસે આસ્થાળુ લોકો વ્રત, જપ, તપ કરી પુણ્યનું ભાથુ બાંધે છે. ત્યારે આ પવિત્ર પાંચમને ઋષિ પાંચમ તેમજ સામા પાંચમ તરીકે પણ ઉજવવામાં આવે છે.
ઋષિ પાંચમે બહેનો દ્વારા સાત ઋષિઓની માટીમાંથી તૈયાર કરવામાં આવેલી પ્રતિકૃતિની પુજા કરવામાં આવે છે અને ઋષિ પંચમી મહિલાઓ વ્રતની કથા સાંભળે છે. આ વ્રત પાપનો નાશ કરનાર અને શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે. ઋષિ પાંચમનું વ્રત કરતી મહિલાઓ પાંચમનું ફરાળ કરી પુણ્ય અર્પણ કરે છે. શહેરના બગેશ્વર મહાદેવ મંદિર ખાતે તેમજ શહેરના વેરાઈ ચકલા સ્થિત શ્રીમાળી સામવૈદી બ્રહ્મ સમાજની વાડી ખાતે સમાજની મહિલાઓ દ્વારા ઋષિ પાંચમની સમુહમાં પુજા વિધિ કરી ધન્યતા અનુભવી હતી.