ભાવનગરની સુપ્રસિદ્ધ કથક ડાન્સર જિજ્ઞા દીક્ષિત “હંગેરી” માં ભારતીય શાસ્ત્રીય નૃત્યનો પ્રસાર કરશે, મૂળ ભાવનગરની અને હાલ અમદાવાદ સ્થિત સુપ્રસિદ્ધ કથક ડાન્સર જિજ્ઞા દીક્ષિતને ભારત સરકાર દ્વારા ભારતીય શાસ્ત્રીય કથક નૃત્યનાં “ટ્યુટર અને પરફોર્મર” તરીકે યુરોપનાં હંગેરી દેશમાં મોકલવામાં આવી છે. તેઓ તારીખ 2-9-22 ને શુક્રવારનાં રોજ દિલ્હીથી વહેલી સવારની ચાર વાગ્યાની ફ્લાઈટમાં વાયા દુબઈ થઈ હંગેરી પહોંચશે. જયાં તેનું સ્વાગત ભારતીય દુતાવાસ હંગેરી દ્વારા કરવામાં આવશે. ભારત સરકારે અગાઉ પોલેન્ડમાં મોકલ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સને 2017/18 માં પણ જિજ્ઞા દીક્ષિતને ભારત સરકાર દ્વારા પોલેન્ડ મોકલવામાં આવ્યાં હતાં. ત્યાં તેમણે અનહદ સફળતા પ્રાપ્ત કરી હતી. ત્યારે ફરી એકવાર તેમને હંગેરી મોકલવામાં આવેલ હોઈ તે ભાવેણા અને ગુજરાત માટે ગૌરવપ્રદ બાબત છે. તેઓ હંગેરીમાં પણ સફળતાનાં શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.