Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આતંક મચાવતા કપિરાજ પાંજરે પુરાયા.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આતંક મચાવતા કપિરાજ પાંજરે પુરાતા લોકોએ રાહતનો દમ લીધો. પેટ્રોલ પમ્પ પાસે બોરિયા ટેકરા પાસે કપિરાજને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. કપીરાજે આતંક મચાવ્યો અને બે દિવસમાં ચાર જણાને બચકા ભર્યા હતા જેથી વાંકલ વન વિભાગને જાણ કરવામાં આવતા પાંજરું ગોઠવી કપિરાજને પાંજરે પુરવાની શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હતી. આર.એફ.ઓ હિરેન પટેલ અને વાંકલ રેન્જના ફોરેસ્ટર ફિલિપ ગામીતની દોરવણી હેઠળ કામગીરી કરવામાં આવી હતી. વનવિભાગના રોજમદારો પણ કામગીરીમાં જોડાયા હતા. વાંકલ ગ્રામજનોએ વાંકલ વન વિભાગનો આભાર માન્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચનાં દશાશ્વમેધ ઘાટ પાસે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો.

ProudOfGujarat

ગૌવંશના મુખ્ય આરોપીની ધરપકડ કરવા ગયેલ પોલીસ પર હુમલો થતાં પોલીસ બેડામાં ભારે ચકચાર

ProudOfGujarat

અંક્લેશ્વર શહેર નજીકથી પસાર થતા હાઈવે પરથી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!