Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદ : ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા ઈ.વી.એમ. – વીવીપેટ નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું.

Share

ભારતીય ચૂંટણીપંચની સૂચના મુજબ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ માં વપરાશમાં લેવાના ઈ.વી.એમ. મશીનોની ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ મશીનો પૈકી ૮૭–બેલેટ યુનિટ, ૮૭–કંટ્રોલ યુનિટ અને ૮૭–વીવીપેટ ખેડા જિલ્લામાં તાલીમ અને નિદર્શન માટે નકકી કરવામાં આવેલ છે. આ મશીનોનું નિદર્શન બે પ્રકારે કરવામાં આવશે.

ઈ.વી.એમ. કાયમી નિદર્શન કેન્દ્ર અને વાહન મારફતે જિલ્લામાં દરેક મામલતદાર કચેરીમાં અને અન્ય સ્થળોએ મળીને કુલ-૧૭ જગ્યાએ EVM નિદર્શન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યાં છે અને કુલ-૧૬ વાન મારફતે જિલ્લાના દરેક ગામમાં અને શહેરી વિસ્તારોમાં પણ ઈ.વી.એમ. – વીવીપેટનું નિદર્શન કરવામાં આવશે. આ નિદર્શન કાર્યક્રમ વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨ ની – જાહેરાત સુધી ચાલુ રહેશે. જેમાં દરેક મતદાર જાતે પોતાનો વોટ નાખી ખાત્રી કરી શકશે. જેનો જિલ્લાના સર્વે નાગરીકોએ લાભ લેવા અપીલ કરવામાં આવે છે. સાથે સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં લોકશાહીની પારદર્શક પ્રક્રિયા અન્વયે લોકોમાં વિશ્વાસ કેળવાય તે માટે ભારતીય ચૂંટણીપંચ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

Advertisement

આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, નાયબ માહિતી નિયામક નિત્યાબેન ત્રિવેદી, નડિયાદ સીટી એન્ડ રૂરલ મામલતદારો, સોનલબેન ઓઝા, જાદવભાઇ સહિત જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વાપીની સહકારી બેન્કના પ્યૂને સભાસદની પત્નીને બ્લૂ ફિલ્મ મોકલતાં બબાલ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા રોહિત બચત, ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીનાં હોદ્દેદારોની બિનહરિફ વરણી.

ProudOfGujarat

ભરૂચ-એસ ઓ જી પોલીસે શંકાસ્પદ પ્રતિબંધિત દવા સાથે એક યુવક ની અટકાયત કરી-ફોરેન્સિક વિભાગે તપાસ હાથ ધરી-પ્રતિબંધિત દ્રગ્સ નો જથ્થો હોવાનું અનુમાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!