Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે 73 માં વન મહોત્સવની ઉજવણી કરાઇ.

Share

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ જીનવાલા કેમ્પસમાં અંકલેશ્વરમાં સામાજીક વનીકરણ રેન્જ અંકલેશ્વરના ઉપક્રમે આયોજિત ” 73 મો અંકલેશ્વર-હાંસોટ તાલુકા કક્ષાના વન મહોત્સવ- 2022 ” ના ઉદ્ઘાટન સમારંભમાં અધ્યક્ષ પદે પૂર્વમંત્રી તથા અંકલેશ્વરના લોકલાડીલા ધારાસભ્ય, શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરના પ્રમુખ ઈશ્વરસિંહ પટેલ, મુખ્ય મહેમાન પદે નાયબ વન સંરક્ષક રક્ષક ઉર્વશીબેન પ્રજાપતિ, અતિથિ વિશેષ પદે તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્રસિંહ દેવધરા, અંકલેશ્વર તાલુકા પ્રમુખ અરવિંદભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિનયભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ કલ્પેશભાઈ પટેલ, મામલતદાર કરણભાઈ રાજપુત, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી.વી. ડામોર, કાર્યકારી આચાર્ય ડૉ. કે. એસ. ચાવડાની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો.

કાર્યક્રમનો શુભારંભ માઁ સરસ્વતીની પ્રાર્થનાથી થયો. પ્રાર્થના કોલેજની વિદ્યાર્થીઓ શેખ સાનિયા, રઝીયા, હુમેરા પઠાણ મેહફુજા, સીરીન, અકશા તથા ચૌહાણ સાલેહાએ પ્રસ્તુત કરી હતી. ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય વડે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અંકલેશ્વર રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી.વી. ડામોરે સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા અને ફોરેસ્ટ વિભાગની ઉપલબ્ધિઓનું વર્ણન કર્યું હતું.

“શ્રી ઈશ્વરસિંહ પટેલ એટલે અંકલેશ્વર અને અંકલેશ્વર એટલે ઈશ્વરસિંહ પટેલ એવું ગુજરાતના ફલક પર સમીકરણ રચનાર, અંકલેશ્વરના લોકલાડીલા નેતાનાં પિતા ઠાકોરભાઈ પટેલના સુયોગ્ય સંતાન રૂપે રાજનૈતિક વિરાસત સંભાળનાર, સહકાર ક્ષેત્રમાં જેમનો સિંહ ફાળો છે તેઓ પંડવાઇ સુગરને ઉત્તરોત્તર પ્રગતિ કરાવનાર, નિર્વિવાદ રીતે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ રૂપે ટેક ઓવર કરીને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં ઇતિહાસ સર્જનાર, શિક્ષણ ક્ષેત્રે બીજા રોપણ કરીને યુવાનોમાં સપનાઓનું વાવેતર કરનાર, પૂર્વ મંત્રી તથા અંકલેશ્વરના લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે અધ્યક્ષીય વક્તવ્ય આપતા કહ્યું હતું કે,” ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલ મુનશીએ કૃષિ મંત્રી તરીકે તે સમયે વન મહોત્સવની શરૂઆત કરી હતી. આજે આપણે વૃક્ષારોપણ કરી રહ્યા છીએ તે એક સારો સંકેત છે. 33% ફોરેસ્ટ વિસ્તાર દ્વારા વૃક્ષારોપણની કાર્યક્રમની થઈ રહી છે. વૃક્ષારોપણ કરીને સાથે સાથે એના સંવર્ધન અને વિકાસ માટે પણ આપણે પ્રયત્ન કરવા જોઈએ. જેવી મહામારીમાં આપણને સમજાઈ ગયું છે કે ઓક્સિજન એ જીવન માટે કેટલું મહત્વનું છે. કોરોના સમયે સલામતીના ભાગરૂપે સામૂહિક, ખાનગી, આરોગ્ય તથા સરકારી કેન્દ્રોમાં ઓક્સિજનની ભરપાઈ કરવા માટે સરકારે જે સેફટીના પગલાં રૂપે કામગીરી કરી તેને બિરદાબવી જોઈએ. કેમિકલ ઝોનમાં પર્યાવરણની સલામતી માટે આપણે વધારે વૃક્ષો વાવીશું તો જ સંતુલન જળવાઈ રહેશે. બાળકો વિદ્યાર્થીઓ તથા સૌ હવે જન્મદિવસે, સાલગીરી તથા પૂર્વજોની સ્મૃતિમાં વૃક્ષો વાવવાનું પસંદ કરે છે જે આવકારદાયક છે..”

જીનવાલા કેમ્પસમાં ઈશ્વરસિંહ પટેલ તથા મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા રોપાઓનું વિતરણ અંકલેશ્વર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. જયશ્રી ચૌધરીએ કર્યું હતું. આભારવિધિ ફોરેસ્ટ વિભાગ તથા કોલેજ વતી બી.યુ. મોભે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રા. રાજેશ પંડ્યા, કેમ્પસ એમ્બેસેડર સેવક પઢીયાર, જયેન્દ્ર પટેલ, દિવ્યાંક પટેલ, વિશાલ પટેલે જહેમત ઉઠાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ ધોળીકુઇ દાંડિયા બજારનું શાક માર્કેટ બંધ કરી રોટરી કલબ નજીક નવી વ્યવસ્થા કરવામાં આવી.

ProudOfGujarat

ગોધરા : રાહુલ ગાંધીની ED દ્વારા પુછપરછ મામલે જીલ્લા કોંગ્રેસના ધરણા.

ProudOfGujarat

રાજપીપલા : નર્મદાના ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન કરી સ્વતંત્ર ગ્રામ પંચાયતના દરજ્જાની માંગ : માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!