આજે ગણેશ ચતુર્થી છે ત્યારે લોકો ઘરે ઘરે બાપ્પાની સ્થાપના કરે છે અને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. ગુજરાતમાં વિવિધ નાના મોટા ગણપતિના પંડાલમાં વિવિધ ગણપતિની ઉજવણી કરવામાં આવે છે. નાનામાં નાની મૂર્તિથી લઇ મોટામાં મોટી મૂર્તિ પણ જોવા મળી રહી છે ત્યારે ગુજરાતના ડાયમંડ સીટી સુરતમાં ગણેશ ભગવાનની રિયલ ડાયમંડની મૂર્તિ છે જેની કિંમત અંદાજે 500 કરોડ માનવામાં આવી રહી છે.
ગણેશ ચતુર્થી એટલે ગણેશ ભગવાનનો અવતરણ દિવસ અને આ તહેવાર 10 દીવસ સુધી ઉજવવામાં આવે છે. ગુજરાતનું સુરત ડાયમંડ શહેર તરીકે જાણીતું છે ત્યારે હવે ડાયમંડના ગણેશ પણ જોવા મળી રહ્યા છે. સુરતના પાંડવ પરિવાર દ્વારા 500 કરોડના રિયલ ડાયમંડના ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરે છે.
સુરતમાં નેચરલ ડાયમંડમાંથી સાકરિત થયેલા ગણપતિ ભગવાનની વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે. આ ડાયમંડના ગણપતિની અંદાજે કિંમત 500 કરોડની માનવામાં આવી રહી છે અને આ ગણપતિ વર્ષે એક વાર જ કાઢવામાં આવે છે બાકી આખું વર્ષ તેને લોકરમાં સાચવીને રાખવામાં આવે છે. આજે આ ડાયમંડના ગણપતિની પૂજા કરવામાં આવી અને આ હીરાને ઇન્ડિયન ડાયમંડ ઇન્સીટીટ્યુટનું સર્ટી પણ મળ્યું છે.