Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ કપડવંજ રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત.

Share

નડિયાદ-કપડવંજ રોડ પર વીણા ગામ પાસે ફુલ સ્પીડમા આવતાં બાઇકે અન્ય એક બાઇકને ટક્કર મારતાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

નડિયાદ ખાતે આવેલ નારાયણ પાર્ક સોસાયટીમાં રહેતા 45 વર્ષીય મહેશભાઈ બુધાભાઈ રોહિત પોતે મહેમદા ગામે આવેલ હાઈસ્કૂલમાં નોકરી કરે છે અને તેઓ નડિયાદથી રૂદણ બાઇક પર અપડાઉન કરે છે. ગતરોજ બપોરના સુમારે મહેશભાઈ બાઇક પર આવતા હતા. નડિયાદ કપડવંજ રોડ ઉપર વીણા ગામ નજીક સામેથી પુર પાટે આવતા બાઇકના ચાલકે મહેશભાઈના બાઇકને ટક્કર મારી હતી. આ બંને બાઇક અથડાતા બંને વાહન ચાલકોને ઈજા થઈ હતી. અકસ્માત બાદ બંનેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પૈકી મહેશભાઈ રોહિતને શરીરે ગંભીર ઇજાઓ થતા તેઓને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સારવાર દરમિયાન મહેશભાઈનું મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે મરણ જનારના ભાણા વિપુલભાઈ ગોહિલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં જાણ કરતાં પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વરના અતિ પ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે તા. 1લી જાન્યુઆરીના રોજ સાતમા પાટોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.

ProudOfGujarat

ભરૂચ : કતલખાને લઈ જવાતી સાત જેટલી ગાયોને જાગૃત નાગરિકો દ્વારા બચાવામાં આવી.

ProudOfGujarat

ઝઘડીયા : તાડફળીનાં વેચાણ પર લોકડાઉનની અસર વર્તાય, તાડફળીનું વેચાણ કરતાં કેટલાક પરિવારો બેરોજગાર બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!