આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ તારીખ ૨૯ ઓગસ્ટના રોજ ભરૂચના વાલીયામાં એકલવ્ય સ્કૂલ નેત્રંગ અને આદર્શ નિવાસી શાળા નેત્રંગ મુકામે સિકલ સેલ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કેમ્પમાં બાળકોને સિકલ સેલ એનીમિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં બંન્ને શાળાઓ પૈકી ૨૮૯ વિધાર્થીઓની સિકલ સેલ ટેસ્ટિંગ કરવામાં આવેલા હતા. જે પૈકી ૪૮ બાળકો સિકલ સેલ પોઝિટિવ મળ્યા હતા.આ બાળકોની ડોક્ટર દ્વારા તપાસ કરી સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતાં. જેમાં ડોક્ટર એશ્વર્યા પટેલ, લેબ ટેક્નિશિયન મનસુખભાઈ વસાવા, શિલ્પાબેન રાહુલજી, વિભૂતિ ચૌધરી, સી એચ ઓ કિંજલબેન અને એકલવ્ય સ્કૂલ તથા આદર્શ નિવાસી શાળાના આચાર્ય હાજર હતા.
Advertisement