બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામે પરિવારનું ધર્મ પરિવર્તન કરાવવાનો મામલો સામે આવતા ફરી ધર્મ પરિવર્તનનું ભૂત ધૂન્યુ છે. પરિવારે ધર્મપરિવર્ત કરાવનાર ઇસમ 25 લાખ માંગતા માલગઢમાં રહેતા હરેશભાઇ આપઘાત કરવાનો પ્રયાસ કરતા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે જ્યારે પિતાની હાલત ગંભીર છે. પાલનપુર પૂર્વ પોલીસે મુખ્ય આરોપી એઝાઝ શેખ અને સત્તાર હાજીની અટકાયત કરી છે. હજુ પણ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
ડીસાના રાજપુર ગવાડીના યુવક એઝાઝ શેખે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતી સહિત તેની માતા અને ભાઈને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. બાદમાં યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટેમાં પિટિશન દાખલ કરાવી ત્રણેય લોકોને અલગ રહેવા લઈ ગયો હતો. પિતાએ યુવક પાસે તેની પુત્રી, પત્ની અને પુત્રને પરત માંગતા તેને ધર્મ પરિવર્તન કરવાનું કહી 25 લાખની માંગણી કરી ધમકી આપતાં પિતાએ પાલનપુરમાં ઝેરી દવા પીને આત્મહત્યાની કોશિશ કરી હતી. પીડિત પિતાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે 5 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.