બહારના રાજયોમાંથી આવતા વાહનોમાંથી ગેરકાયદેસર હથીયારો તેમજ વિદેશી દારૂની હેરાફેરી થતી અટકાવવા જીલ્લામાં પ્રવેશતા નાકાઓ પર સઘન વાહન ચેકીંગ કરવા સેવાલીયા પીએસઆઇ એ.બી.મહેરીયા તથા પોલીસ સ્ટાફ સાથે અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ ઉપર મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમ્યાન બાતમી મળેલ કે ઇન્દોર-એમપી બાજુથી મુન્દ્રા તરફ જતી ગૌરીપુત્ર ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં વચ્ચેની સીટમાં એક ઇસમ મહેંદી કલરનુ ચેક્સ શર્ટ તથા કાળુ પેન્ટ પહેરેલ બેઠેલ છે તે પોતાની પાસેની કાળા કલરની બેગમાં પિસ્ટલ સંતાડી લઇને જાય છે જે બાતમી હકિકત આધારે ગૌરીપુત્ર ટ્રાવેલ્સ લક્ઝરી બસમાંથી આરોપી દીપરાજ સ/ઓ લીસ્સુ સોખો પાલ રહે. મધ્યપ્રદેશ નાઓને તેના કબ્જા ભોગવટાની કાળા કલરની બેગમાં વગર લાયસન્સે ભારતીય હાથ બનાવટની લોખંડની દેશી પિસ્ટલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ