Proud of Gujarat
FeaturedGujaratINDIA

પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે મની એન્ડ મી વેબસાઈટ લોન્ચ કરી.

Share

પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે આજે જાહેરાત કરી છે કે તેણે રોકાણકારને માહિતગાર અને જાગરૂકતા માટેની વેબસાઈટ લોન્ચ કરી છે: MoneyAndMe – https://moneyandme.pgimindiamf.com/. MoneyAndMe વેબસાઈટમાં ઘરગથ્થુ બજેટિંગ, સંરક્ષણ, બચત અને રોકાણ સહિત પર્સનલ ફાઈનાન્સના વિવિધ પાસાઓ પર સંપૂર્ણ સામગ્રી છે. કંપનીએ MoneyAndMe પહેલને પ્રોત્સાહન આપવા માટે ગ્રાહક જાગૃતિ અભિયાન – “આપકા હેપીનેસ પ્લાન્ડ” શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.

MoneyAndMe પહેલ એ મુખ્યત્વે એ બાબતો ઉપર ધ્યાન દોરે છે કે વિવિધ ગ્રાહકની તેના વ્યક્તિત્વને આધારે માહિતી અને જાગરૂકતા માટે અલગ-અલગ જરૂરિયાતો હોય છે, જે તેને સંબંધિત ગ્રાહકના વ્યક્તિતિવ માટે વધુ ઉપયોગી બનાવવા માટે સામગ્રીને તીવ્રપણે વ્યક્તિગત કરવા સક્ષમ બનાવે છે. આમ રોકાણકારોને બદલાતા વિશ્વમાં તેમની નાણાકીય સુખાકારીમાં સુધારો કરતી નાણાકીય આંતરદૃષ્ટિ પ્રદાન કરીનેવિવિધ નાણાકીય પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.

Advertisement

જ્યારે નાણાકીય પડકારોનો સામનો અને આયોજન કરવાની વાત આવે છે ત્યારે પીજીઆઈએમ ની ગ્રાહક આંતરદૃષ્ટિએ છ અલગ-અલગ વ્યક્તિઓની ઓળખ કરી છે. આમાં મહત્વકાંક્ષી અને સપનાઓ જોતી યુવા પેઢી (18-24 વર્ષ), મહત્વાકાંક્ષી અને હંમેશા-તૈયાર (25-30 વર્ષ), બિગિન એન્ડ સોર (31-40 વર્ષ), ફેમિલી ફર્સ્ટ એન્ડ ફોરએવર (41-50 વર્ષ), અનુભવી અને સુરક્ષિત (51-60 વર્ષ), ગૌરવપૂર્ણ અને હેતુપૂર્ણ (61+ વર્ષ) નો સમાવેશ છે. આ વેબસાઈટ આ દરેક વ્યક્તિઓ માટે બ્લોગ્સ, લિસ્ટિકલ્સ, ઈન્ફોગ્રાફિક્સ, કેલ્ક્યુલેટર, એફએક્યુ અને શબ્દાવલિ વગેરે જેવા કન્ટેન્ટ ફોર્મેટ્સ પ્રદાન કરે છે, જેથી રોકાણકારો પોતાને સંબંધિત ઉકેલો સાથે વધુ સારી રીતે મેળ બેસાડી શકે અને તેને પરિચિત ફોર્મેટમાં ઍક્સેસ કરી શકે.

પીજીઆઈએમ ઈન્ડિયા માને છે કે આ વ્યક્તિત્વ આધારિત અભિગમ રોકાણકારો સાથે અનન્ય રીતે જોડાય છે અને સમગ્ર ભારતમાં રોકાણકારોની જાગૃતિ વધારવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવશે. યોગ્ય માર્ગદર્શન સાથે, દરેક વ્યક્તિ, પછી ભલે તે જીવનના કોઈપણ તબક્કામાં હોય, તેમના ભવિષ્ય માટે યોજના બનાવી શકે છે. MoneyAndMe પહેલ ગ્રાહકોને તેમના જીવનના તબક્કાના આધારે યોગ્ય અનુક્રમને અનુસરવા માર્ગદર્શન આપે છે – જેમાં સામાન્ય રીતે ઘરગથ્થુ બજેટિંગ, વીમા દ્વારા સુરક્ષા ખરીદવાનો સમાવેશ થાય છે, ત્યારબાદ બચત (જેમાં કટોકટી ભંડોળનો સમાવેશ થાય છે) અને અંતે, જીવનના દરેક તબક્કે નાણાકીય શિસ્તતા અને સ્વતંત્રતા મેળવવા માટે રોકાણ (જેમાં ટેક્સ ઑપ્ટિમાઇઝેશનનો સમાવેશ થાય છે). રોકાણના તબક્કામાં, નિવૃત્તિના આયોજનને પણ પ્રાથમિકતા આપવાની જરૂર છે, કારણ કે તે એકમાત્ર નાણાકીય લક્ષ્ય છે જેના માટે કોઈ લોન મેળવી શકતું નથી.

‘આપકા હેપ્પીનેસ પ્લાન્ડ’ કેમ્પેઈન

MoneyAndMe પહેલને પ્રોત્સાહન આપવા માટે, પીજીઆઈએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે તેની માર્કેટિંગ કેમ્પેઈન ‘આપકા હેપીનેસ પ્લાન્ડ’ ફિલ્મ સાથે શરૂ કરી છે: https://youtu.be/0Bs4zFDZ0YQ

આ ફિલ્મ એકની ગીતની ધૂન દ્વારા ખુશીનો સાચો અર્થ જણાવતો સ્ટેન્ડ-અપ બતાવે છે. તે લોકોને એક રીમાઇન્ડર તરીકે સેવા આપે છે કે જીવન માત્ર અથાકપણે પૈસાની પાછળ દોડવા કરતાં વધુ છે, અને જીવનમાં વાસ્તવિક રોકાણ નાણાં કરતાં કાંઈક વધુ છે. તે લોકોને સમજવા માટે પ્રેરે છે કે જ્યારે આપણે આગળની યોજના બનાવીએ છીએ ત્યારે જીવન સરળ બની શકે છે, અને આપણે આપણા સપનાને સાકાર કરવા અને આપણી જાતમાં, આપણા સ્વાસ્થ્યમાં અને આપણા પ્રિયજનોમાં રોકાણ કરવા માટે મુક્ત રહી શકીએ છીએ.

‘આપકા હેપીનેસ પ્લાન્ડ’ કેમ્પેઈનની સમજ એ હકીકત પરથી આવી છે કે સુખની શોધ એ આપણામાંથી મોટાભાગના લોકોને જીવનમાં પસંદગી કરવા માટે પ્રેરિત કરે છે. સંપત્તિના ચોક્કસ સ્તર પછીનું સર્વોચ્ચ સુખ અને 2010માં પ્રિન્સટન દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, સુખ હેતુ, આદતો, સામાજિક જોડાણો, કૃતજ્ઞતા અને અનુભવોની ભાવનાથી વધુ પ્રભાવિત થાય છે.

લોન્ચ વિશે વાત કરતા, ડિરેક્ટર અને માર્કેટિંગ અને કોમ્યુનિકેશનના વડા સાક્ષી દલેલાએ જણાવ્યું હતું કે, “રોકાણકારોના મોટાભાગના પરિણામોને તેમની વર્ણૂંક અને આદતો અસર કરે છે એમ અમે માનીએ છીએ. ‘આપકા હેપીનેસ પ્લાન્ડ’ કેમ્પેઈન સાથે, પીજીઆઈએમ ઈન્ડિયા રોકાણકારોને આ રસપ્રદ આંતરદૃષ્ટિ સાથે જોડવામાં મદદ કરી રહી છે. અમારી MoneyandMe પહેલ ગ્રાહકોને નાણાકીય નિર્ણયો લેવા, તેમના જુસ્સાને અનુસરવા અને યોગ્ય અનુક્રમને અનુસરીને તેમના જીવન લક્ષ્યોને હાંસલ કરવા સક્ષમ બનાવવા વ્યક્તિત્વ કેન્દ્રિત સામગ્રી અને આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે – બજેટિંગ, સંરક્ષણ, બચત અને રોકાણ. આ પહેલ સાથે, અમે ગ્રાહકોને જીવનના દરેક તબક્કે નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે નાણાકીય શિસ્તને આત્મસાત કરવામાં મદદ કરવાની આશા રાખીએ છીએ.”

એફસીબી ઈન્ટરફેસના નેશનલ ક્રિએટિવ ડિરેક્ટર રાકેશ મેનને કહ્યું કે, “સામાન્ય રીતે, રોકાણની જાહેરખબર થોડી ભારે હોય છે. જ્યારે ‘આપકા હેપીનેસ પ્લાન્ડ’નો અમારો વિચાર તેથી તદ્દન વિપરીત છે. તેથી, તેની રજૂઆત એક ગીતની ધૂનમાં સ્ટેન્ડ-અપ સાથે સંદેશ પહોંચાડે છે, તે વ્યક્તિને સ્પર્શે છે છતાં તેમાં ચોક્કસ હળવાશ છે.”

એફસીબી ઈન્ટરફેસ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કેમ્પેઈન યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને લિન્ક્ડઈન જેવા અનેક પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવે છે અને લોકોને સશક્ત બનાવવાના સંદેશ સાથે તેમને સ્પર્શવા માટે તૈયાર છે.

સૂચિત્રા આયરે


Share

Related posts

જંબુસર તાલુકાના વેડચ ગામે વિધવા મહિલાનું ગળું કાપી હત્યા કરાતા ચકચાર,પોલીસે વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat

૪થી જાન્યુઆરી એ પંચમહાલ જિલ્લાનું ગરીબ કલ્યાણ મેળો યોજાશે

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા ઇલિયટ, ઇઝરાયેલમાં મિસ યુનિવર્સ 2021 ના ​​પેજન્ટમાં $1.6 મિલિયનમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!