Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : એકલવ્ય સ્કુલ ગોરાની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ફાસો ખાઈ આપઘાત કરતા ચકચાર.

Share

ગરુડેશ્વર તાલુકાની એકલવ્ય સ્કુલ ગોરાની હોસ્ટેલમાં રહેતી 12 વર્ષની માસુમ વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. તેને હોસ્ટેલમા રહેવાનુ પસંદ ન હોવાથી પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. આ અંગે કેવડિયા પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની ફરિયાદ રહે.એકલવ્ય સ્કુલ ગોરા કોલોનીના સરોજબેન પ્રકાશભાઇ કુબેરભાઇ તડવીએ નોંધાવી છે.

બનાવની વિગત અનુસાર આશરે ૧૨ વર્ષની સગીર કન્યા જે એકલવ્ય સ્કુલ ગોરાની હોસ્ટેલમાં રહેતી હતી તે પોતાની હોસ્ટેલમા એકલી હતી તે વખતે હોસ્ટેલમા રહેવાનુ તેને પસંદ ન હોવાથી તેની જાતે પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાસો ખાઇ આપઘાત કરતા પો સ ઇ એમ.એન.પરમાર કેવડીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વિદ્યાર્થીનીને હોસ્ટેલમાં રહેવાનું પસંદ નહોતું તો શું એના વાલીએ જબરદસ્તીથી હોસ્ટેલમાં દાખલ કરી હતી કે કોઈ બીજુ કારણ હતું એ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે 12 વર્ષની માસુમ વિદ્યાર્થીનીને આત્મહત્યા કરવાની ઘટનાએ સમગ્ર નર્મદા પંથકમાં ચકચાર જગાવી છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : મનુબરથી કંથારીયા બુલેટ ટ્રેનના પ્રોજેકટ સાઇટ પરથી સામાન ચોરીના મામલે વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી એલ. સી.બી.

ProudOfGujarat

ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટરની અધ્યક્ષતામાં યોજાઇ

ProudOfGujarat

વિશ્વ પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરનાં કપાટ અષાઢી અમાસ દીવાસાના દિવસે ભક્તોના દર્શન માટે ફરીથી ખુલશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!