ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તા.27/8/2022 શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની (22 KV સ્વામિનારાયણ ફિડર) તરફથી અયોધ્યા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને માતરિયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7:00 કલાકથી બંધ રાખવામા આવનાર હોય, તા.27/8/2022 શનિવારના રોજ સવારના 7:00 વાગ્યાથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે તથા પાણી સંગ્રહ કરી સાચવીને વાપરવા વિનંતી છે. તા.28/8/2022 ને રવિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો મળશે.
આમ આવતી કાલે વીજ પુરવઠો બંધ રહેતા તેની સીધી અસર શહેરમાં પાણી પુરવઠો પૂરું પાડતી ટાંકીઓ ઉપર પડશે જેથી પાણીનો સંગ્રહ વાપરવા માટેના સૂચનો પણ તંત્ર દ્વારા શહેર જનોને અખબાર યાદીના મધ્યમ થકી આપવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ કલાકોના વીજ કાપની સીધી અસર અયોધ્યા નગર સહિત માતરિયા તળાવ વિસ્તારમાં વસતા હજારો લોકોના રોજિંદા કાર્ય પર પણ પડશે તેમ જાણવા મળી રહ્યું છે.