ભરૂચ જીલ્લા એલસીબીની ટીમે ભરૂચ નજીક નેશનલ હાઇવે પરથી રુ.૫૭૫૦૪૦૦ ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લીધા હતા, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા મનાતા અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મળતી વિગતો મુજબ ભરૂચ એલસીબી પીઆઇ ઉત્સવ બારોટને મળેલ બાતમી મુજબ એલસીબી પીએસઆઇ એન.જી.પાંચાણી, પીએસઆઇ જે.બી.જાદવ તેમજ પીએસઆઇ જે.એન.ભરવાડની ટીમે ભરૂચથી વડોદરા તરફ જતા નેશનલ હાઇવે પર શીતલ હોટલ પાસેથી ટ્રકમાં લઇ જવાતા રુ.૫૭૫૦૪૦૦ ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થા સાથે અનીશખાન મજરખાન ખાન રહે.ગીતાનગર ઇન્દોર એમ.પી. તેમજ ખિજરખાં સાદીકખાં ખાન રહે.બાલસમદ જી.ખરગોન એમ.પી.નાને ઝડપી લીધા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ મનાતા અન્ય બે ઇસમો આરીફખાન રહે.બાલસમદ એમ.પી.અને મહેશભાઇ તન્ના ઉર્ફે મહેશ ઠક્કર રહે.વડોદરાનાને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. પોલીસે રુ.૫૭ લાખનો વિદેશી દારુનો જથ્થો તેમજ એક ટ્રક જેની કિંમત રુ.૧૦ લાખ, મોબાઇલ નંગ એક કિં.રુ.૧૦૦૦ અને રોકડા રુ.૩૧૦ મળી કુલ રુ.૬૭૫૧૭૧૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ