Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઈન્દિરાસાગર ડેમમાંથી 7,00,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો.

Share

મધ્યપ્રદેશના ઉપરવાસના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી ફરી એકવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમની સપાટીમાં ક્રમશ: વધારો થવા માંડ્યો છે.

ડેમ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આજે બપોરથી ઈન્દિરાસાગર ડેમમાંથી 7,00,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે 32 કલાકમાં પાણી સરદાર સરોવરમાં આવવાની ધારણા હોઈ 32 કલાક પછી નર્મદા ડેમની સપાટીમાં હજી વધારો થશે. હાલમાં 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.જોકે આજે સવારે 10 કલાકે ડેમના 23 દરવાજા 3.05 મીટર સુધી ખોલીને આજે 3,50,000 ક્યુસેકથી વધારીને આજે 5,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. હવે બપોરે 7 લાખ ક્યુસેક છોડાશે.

Advertisement

ડેમની સપાટી હાલ 135.98 મીટરે પહોંચી છે. હાલ પાવરહાઉસ પણ ચાલુ હોવાથી પાવરહાઉસ દ્વારા 44,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જોકે ડેમમાં સતત આવક વધતી હોઈ નર્મદા નદી ફરી એકવાર બે કાંઠે વહેવા માંડી છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

પત્નીના ભરણપોષણની રકમ ન ચુકવતા પતિને નવ માસની જેલની સજા.

ProudOfGujarat

ક્રિકેટ મેચ પર સટ્ટા બેટિંગ કરતા 15 ઈસમો સામે અંકલેશ્વર શહેર પોલીસમાં ગુનો નોંધાયો, ત્રણની ધરપકડ

ProudOfGujarat

અમદાવાદમાં BRTSના સ્ટેન્ડથી ગંતવ્ય સ્થળ સુધી ઈ-રીક્ષાની સેવા શરૂ કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!