Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વેરાકુઇ ગામે ચેકડેમમાં વૃદ્ધે આત્મહત્યા કરી.

Share

માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામે ચેકડેમમાં કૂદી પડી આત્મહત્યા કરનાર એક 70 વર્ષીય વૃદ્ધિની લાશ ફાયર ફાઈટરની ટીમે કલાકોની જહેમત બાદ આખરે શોધી કાઢી હતી. વેરાકુઇ ગામના સિંગાભાઈ દીતીયાભાઈ ગામીતે રવિવારે સાંજે કોઈક અગમ્ય કારણોસર ચેકડેમના પાણીમાં કૂદી પડી આત્મહત્યા કરી લીધી હતી. આ સમયે આજ ગામની એક મહિલાએ આ વૃદ્ધને ચેકડેમમાં પડતા જોયો હતો જેથી આ ઘટનાની જાણ ગ્રામજનોને કરવામાં આવતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ કરતા વૃદ્ધના કપડા સ્થળ પરથી મળી આવ્યા હતા. આ બાબતે સરકારી તંત્રને જાણ કરાતા તંત્ર દ્વારા માંડવી સ્થિત ફાયર ફાઈટરની ટીમને વૃદ્ધની શોધખોળ માટે બોલાવવામાં આવી હતી અને કલાકોની જહેમત બાદ આખરે ફાયર ફાઈટરની ટીમે લાશ શોધી કાઢી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે ભાતીગળ મેઘરાજાના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું, ધારાસભ્ય,પોલીસવડા સહિતના આગેવાનોએ ઘોઘારાવ મહારાજ-છડીના દર્શન કરી ધન્યતા અનુભવી

ProudOfGujarat

નડિયાદ : કપડવંજમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વિદેશી દારૂ સાથે ૪ લોકોને ઝડપી પાડયા

ProudOfGujarat

રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતી નિમિત્તે રાજપીપલામાં યોજાયેલી સ્વચ્છતા રેલીનું જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલના હસ્તે ઝંડી ફરકાવી કરાયેલું પ્રસ્થાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!