પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જી.પંચાયત અને પશુ દવાખાના નેત્રંગના સંયુક્ત ઉપકમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ધોલેખામ ગામે પશુ ચિકિત્સક ડૉ.પ્રશાંત વસાવા અને તેમની ટીમ દ્રારા આયોજન કરવામા આવ્યું હતુ. ૨૩ જેટલા પશુઓમા વિવિધ રોગોનું નિદાન-સારવાર કરવામાં આવી હતી.
હાલમાં પશુઓમા જીવલેણ મહામારી એવો લમ્પી સ્કીન રોગની ૨૪૨ પશુઓને રસીકરણ કરવામા આવ્યુ છે. નેત્રંગ તાલુકામાં પશુઓમાં લમ્પી સ્કીન રોગના લક્ષણો નજરે પડે તો પશુપાલકોએ નેત્રંગ માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ પશુ દવાખાનાનો સંપર્ક કરવા માટે પશુ ચિકિત્સક ડૉ પ્રશાંત વસાવાએ જણાવ્યુ હતું.
Advertisement