તહેવારો પર સાપુતારામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું જ્યારે સાપુતારામાં આકર્ષક જળધોધ અને વરસતા વરસાદની મજા માણવા પ્રકૃતિપ્રેમીઓ ઉમટયા હતા.
ચોમાસામા જેની ખૂબસુરતી સોળે કળાએ ખીલી ઉઠે છે, તે સાપુતારામાં ઠેર ઠેર પર્યટકો મોન્સૂનમાં મસ્તી કરતા નજરે પડ્યા હતા જ્યા આકર્ષક જળધોધ અને વરસતા વરસાદની મજા માણતા પ્રકૃતિપ્રેમીઓ દશ્યોમાં નજરે પડે છે. સાપુતારા પર તહેવારો પર રાજ્ય તેમજ રાજ્ય બહારથી લોકો આવતા હોઈ છે. સાપુતારા પર વરસાદી માહોલમાં વાતાવરણની મજા માણવા લોકો ખાસ આવતા હોઈ છે જ્યારે ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા.
ગીરાધોધ પર અનેક લોકો જવાનું ચૂકતાં નથી, ખાસ કરી લોકો સેલ્ફી લેવાનું વધુ પસંદ કરતા હોઈ છે. ગીરાધોધ પાસે પોલીસ તંત્ર પણ ખડેપગે દેખાયું હતું. સહેલાણીઓએ તંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી.
કાર્તિક બાવીશી : વલસાડ
Advertisement