બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડની નવી ફંડ ઓફર બરોડા બીએનપી પરિબા ફ્લેક્સી કેપ ફંડએ 25મી જુલાઈથી 8મી ઓગસ્ટ 2022 સુધી ખૂલ્લો હતો, આ ફંડએ તેના એનએફઓ સમયગાળા દરમિયાન રૂ.1400 કરોડ ઉભા કર્યા છે. બરોડા બીએનપી પરિબાસ એસેટ મેનેજમેન્ટ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (બરોડા એસેટ મેનેજમેન્ટ ઇન્ડિયા લિમિટેડનું બીએનપી પરિબાસ એસેટ મેનેજમેન્ટ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સહયોગનું પરિણામ 14મી માર્ચ 2022ના રોજથી અમલી બન્યું છે અને તેને સમગ્ર ભારતના રોકાણકારો પાસેથી રેકોર્ડ કલેક્શનના સાક્ષી બન્યા છે.
વિક્રમી એનએફઓ કલેક્શન વિશે વાત કરતા, સુરેશ સોની, સીઈઓ, બરોડા બીએનપી પરીબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા જણાવે છે કે, આ સન્માનીય રોકાણકારલક્ષી એસેટ મેનેજમેન્ટ કંપની તૈયાર કરવાની અમારી સફરની મજબુત શરૂઆત દર્શાવે છે. ભારતના 120 શહેરોમાંથી 42000થી વધુ રોકાણકારોએ જોડાણ પછીના અમારા સૌ પ્રથમ એનએફઓમાં વિશ્વાસ દર્શાવ્યો છે. સંયુક્ત, અમારા રાષ્ટ્રવ્યાપી વિતરણ ભાગીદારોએ અમને માત્ર ભારતમાં જ નહિ, પરંતું ભારતમાં પણ અમારી ઓફર કરવા માટે સહકાર આપ્યો છે. આ માત્ર આ સંયુક્ત એન્ટિટી દ્વારા ઓફર કરવામાં આવેલ સિનર્જી અને અપાર સંભાવના જ નથી પરંતું વિશ્વાસ અને ભરોષો જે અમારા રોકાણકારોએ અને ભાગીદારોએ અમારી ઓફરીંગમાં દર્શાવ્યો છે તે છે.”
આ ફંડએ સમગ્ર સેક્ટર અને માર્કેટ કેપિટલાઈઝેશનમાં નિશ્ચિત રોકાણની તકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેનો હેતુ મુખ્ય ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યુરિટીમાં રોકાણની સાથે લાંબા-ગાળાની સંપતી ઉભી કરવાનો છે. પસંદગીના સેટ્રમાં એક ટોપ-ડાઉન અભિગમની સાથે માર્કેટ કેપ્સને પસંદ કરવામાં એક આડો અભિગમ પસંદ કરવામાં આવ્યો છે અને પસંદગીના સ્ટોક્સમાં એક બોટમ-અપ અભિગમ પસંદ કરવામાં આવ્યો છે.
સમગ્ર ઓફલાઈન અને ઓનલાઈન રોકાણ ચેનલ પર રોકાણકારો, વિતરકો તથા સલાહકારો માટે 22 ઓગસ્ટ 2022ના રોજ કે તેનાથી પહેલા ફરીથી ખોલવામાં આવશે.