માંગરોળ તાલુકાના કોસાડી ગામના કનવાડા ફળિયાનો ગૌ હત્યાના ગુનામાં સંડોવાયેલો અને દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપીને એસ ઓ જી ની ટીમે કનવાડાથી ઝડપી લીધો હતો.
એસ ઓ જી શાખાના પી આઈ એમ એમ ગિલાતરની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ નાસતા ફરતા આરોપીઓને શોધી રહ્યા હતા ત્યારે એસ ઓ જી ના પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈ ધનજીભાઈને બાતમી મળી હતી કે કોસાડી ગામના ગૌ હત્યાના ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી અર્જુન કરસન વસાવા કનવાડાના બસ સ્ટેશન પાસે ઉભો હોવાની બાતમી મળી હતી જેને આધારે રેડ કરવામાં આવતા આરોપી અર્જુન કરસન વસાવા રહે. કોસાડી ગામ કનવાડા ફળિયું તાલુકો માંગરોળને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીએ સુલેમાન સલીમ ભીખુ રહે કોસાડી ગામ દ્વારા બે ગાયોની કતલ ખાડીમાં કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
Advertisement
વિનોદ મૈસુરિયા : વાંકલ