Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા તુલસીના રોપાઓનું વિતરણ કરાયું.

Share

શ્રી વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂજય ગૌસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજજી મહોદયના મંગલ શુભાશિષથી પ્રેરિત વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ભરૂચમાં આવેલા વલ્લભાધીશજીની હવેલી ખાતે કરવામાં આવી. ભક્તિ સંગીત તથા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે વૈષ્ણવો જુમી ઉઠ્યા હતા. બાલકૃષ્ણને જુલામાં જુલાવી, માખણ ખવડાવી, લાડ લડાવી ઉપસ્થિત ભાવિક ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

આ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેનના ઉપપ્રમુખ ધિરેનભાઈ ભગત, પર્યાવરણ કમિટીના પ્રકાશ પટેલ, પ્રભુ પધરામણી કમિટીના વર્ષાબેન ભોગી, મહિલા કમિટીના પુજાબેન ઘોડિયા અને કમિટીના માનનીય સભ્યો ઉપસ્થિત રહી ભાવિક ભક્તોને પ્રભુ પ્રસાદીરૂપે પવિત્ર તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ તુલસીના રોપાઓ સૌ વૈષ્ણવો ભક્તિ ભાવથી ઘરે રોપી પુજા કરશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી એસ.ટી. ડેપોમાં ગંદકીના સામ્રાજ્યથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

ગોધરા તાલુકાના નાકરેજી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કુલ 4 લોકોનાં કોરોના સંક્રમણનાં કારણે મોત નિપજતા જીલ્લામાં કોરોના મૃત્યુની સંખ્યા 10 ઉપર પહોંચી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!