Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા હરીપુરા ગામમાંથી સાત ફૂટના મગર રેસ્ક્યુ કરાયું.

Share

તારીખ ૨૦/૮/૨૦૨૨ ના રોજ સવારના નવ વાગ્યાની આસપાસ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડન્ટ અરવિંદભાઈ પવાર પર ડભોઇ રોડ પર આવેલા હરીપુરા ગામમાંથી ફોન આવ્યો હતો કે વડોદરા રૂલર હરીપુરા ગામ પાસે એક ખેતરમાં એક મગર આવી ગયો છે આ ફોન આવતાની સાથે જ સંસ્થાના કાર્યકર યુવરાજસિંહ રાજપુત, કિરીટ રાઠોડ, મેહુલ પંડ્યા, વિશાલ રાઠોડ અને વડોદરા વન વિભાગના અધિકારી શૈલેશભાઇ સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક સાત ફુટનો મગર ઘરના વાડામાં જોવાં મળ્યો હતો. આ મગરને એક કલાકની ભારે જેહમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં BSNL ના ધાંધીયા સાથે સરકારી કચેરીઓમાં GSWAN નેટવર્ક કનેક્ટિવિટી ખોટકાતા પારાવાર મુશ્કેલી.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

જામનગર અને રાજકોટના બે જમાદારને 35 હજારની લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!