ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં જુગારની અલગ-અલગ ત્રણ ઘટનાઓમાં પોલીસે કુલ ૧૧ જુગારીયાઓને ઝડપી લીધા હતા. આને લઇને જુગાર રમતા ઇસમોમાં નાસભાગ થવા પામી હતી.
જુગારની પ્રથમ ઘટનામાં ઝઘડિયા પોલીસે ગોવાલી ગામે મોટા ફળિયા પાસે આવેલ તળાવ નજીક જાહેરમાં જુગાર રમતા રોહિત દલપત કમ્બોયા પા.વા., ભરત દિલિપ કમ્બોયા પા.વા., ગીરીશ ધનસુખ પાટણવાડીયા, સુનિલ વજેસંગ ઠાકોર અને ભાવેશ નટવર ઠાકોર તમામ રહે.ગોવાલી તા.ઝઘડિયાનાને જુગાર રમતા ઝડપી લીધા હતા.
જ્યારે બીજી ઘટનામાં તાલુકાના હરિપુરા ગામેથી ઉમલ્લા પોલીસે મહેન્દ્ર દલસુખ વસાવા, રામચંદ્ર નરેશ વસાવા અને ચંપક જેસંગ વસાવા ત્રણેય રહે.ગામ હરિપુરા તા.ઝઘડિયાનાને જુગાર રમતા ઝડપી લીધા હતા જ્યારે બીજા કેટલાક ઇસમો પોલીસને જોઇને ભાગી ગયા હતા.
જુગારની ત્રીજી ઘટનામાં ઉમલ્લા પોલીસે પાણેથા ગામે એક ઘરના વાડામાં ખુલ્લી જગ્યામાં બેસીને જુગાર રમતા સુરેશ જયંતી વસાવા, દિનેશ અંબાલાલ વસાવા અને હર્ષદ વિનુભાઇ વસાવા ત્રણેય રહે.ગામ પાણેથા તા.ઝઘડિયાનાને ઝડપી લીધા હતા. પોલીસે જુગાર રમતા ઝડપાયેલા આ તમામ જુગારિયાઓ પાસેથી જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રકમનો મુદ્દામાલ કબજે લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ