સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ સતત ચાર દિવસ સુધી ભરૂચ નજીક નર્મદા નદી તેની ભયજનક સપાટી વટાવીને વહેતી નજરે પડી હતી. સપાટીમાં થયેલ વધારાના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે હવે સરદાર સરોવર ડેમમાંથી નદીમાં પાણીની આવક ઓછી થતા બિલાડી પગે નર્મદા નદીની જળ સપાટી ઘટી રહી છે.
આજે સવારે ૯ વાગ્યા સુધીમાં નર્મદા નદીની જળ સપાટી ૧૭ ફૂટ આસપાસ પહોંચી હતી જે સપાટી નદીમાં સામાન્ય સ્તરે પહોંચી છે. સપાટીમાં ધરખમ ઘટાડો થતા ભરૂચ જિલ્લાના માથેથી પુરના સંકટમાંથી રાહત મળી છે, સપાટી ઘટતા નદી કાંઠાના વિસ્તારોમાં વસતા લોકો સાથે સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
નર્મદા નદીમાં પુરના કારણે સતત ચાર દિવસથી પોતાનો આશરો છોડી સ્થળાંતર થયેલા હજારો લોકો હવે પોતાના મકાનો તરફ પરત ફરી ગયા છે. જોકે પુર ના પાણી ઓસરયા બાદ જે તે નદી કાંઠાના વિસ્તારોમાં ગંદકીના ઢગ જોવા મળ્યા હતા તે બાદ નગરપાલિકાના કર્મીઓ દ્વારા હાલ સાફ સફાઈ અંગેની તજવીજ પણ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે સરદાર સરોવર ડેમમાંથી હજુ પણ ૧ લાખ ૬૧ હજાર ક્યુસેક પાણીની આવક નર્મદા નદીમાં થઇ રહી છે જે પુરના ખતરા સુધી નહિ પહોંચે તેમ માનવામ આવી રહ્યું છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744