શ્રાવણ માસનો પર્વ એટલે ગોકુળ આઠમ આ આઠમના રોજ કાનુડાનો જન્મ થયો હતો અને આજના દિવસને જન્માષ્ટમી પર્વ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે. આજે જ્યારે જન્માષ્ટમી એટલે કે કાનુડાના જન્મ દિવસ નિમિત્તે લીંબડીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા ત્યારે આ યાત્રા નાનુભાઈ ભરવાડની 10 ઉપરાંત ધોડીઓની સવારી સાથે રથયાત્રા નિકળી હતી જેમાં અલગ અલગ હિન્દુ ધર્મના ચલચિત્રના દર્શન કરાવતા ફલોટ કાઢવામાં આવ્યા હતાં. આ યાત્રા 1 કિલોમીટર લાંબી હતી, આ રથયાત્રા સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી બકુલભાઈ ખાખીના માર્ગદર્શન હેઠળ નિકળી હતી. આ યાત્રાના દર્શનાર્થે લીંબડી ભાવિભકત પ્રજા ઉમટી હતી અને યાત્રાના દર્શન કર્યા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement