Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળના આંબાવાડી અને બોરીદ્રા ગામે ઘરની દીવાલો તૂટી પડવાના ચાર બનાવો બન્યા.

Share

માંગરોળ તાલુકામાં છેલ્લા બે દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે આંબાવાડી અને બોરીદ્રા ગામે દિવાલો પડી જવાના ચાર બનાવો બન્યા છે પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના બનાવો બન્યા નથી. આંબાવાડી ગામના નવા ફળિયામાં રહેતા દિનેશભાઈ દેવજીભાઈ ચૌધરીના ઘર પાસે આવેલ કુવાની જર્જરિત દિવાલ વધુ પડતા વરસાદથી તુટી ગઈ છે. જ્યારે આંબાવાડી ગામના મસ્જીદ ફળિયામાં રહેતા હસમુખભાઈ તુલસીભાઈ વસાવાના કાચા મકાનની એક બાજુની દીવાલ પડી જવા પામી હતી. કોઈ મનુષ્ય કે પશુની જાનહાનિ થઈ નથી આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા નુકસાનીનો રિપોર્ટ સરકારી તંત્રમાં કરવામાં આવ્યો છે.

બોરીદ્રા ગામના મંદિર ફળીયામાં રહેતા વિરેન્દ્રસિંહ ભરથાણીયાના મકાનની દિવાલ, પતરા તથા અન્ય ઘરવખરીને નુકશાન થયું છે. જયારે આજ ગામના દિગ્વિજયસિંહ ભરથાણીયાના કાચા મકાનની દિવાલ તથા ઘરવખરીને નુકશાન થવા પામ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા નુકસાનીનો રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવ્યો છે ત્યારે કુદરતી આફત નુકસાનીનો ભોગ બનેલા પરિવારોને તાત્કાલિક ધોરણે સરકારી તંત્ર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ન્યુઝીલેન્ડમાં ચક્રવાત ગેબ્રિયલે તબાહી મચાવતા સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

ProudOfGujarat

ભરુચનાં ભોલાવમાં કોરોના સામે રક્ષણ મેળવવા સરપંચ દ્વારા અમૃતધારા અર્કનું વિતરણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે અંબેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!