નડિયાદ શહેરમાં આગામી તા.૨૬/૦૮/૨૦૨૨ અમાસના રોજ અંબાજી મંદિર ખાતે હવન થતુ હોય. નડિયાદના ભાવિ ભક્તોની અંબાજી મંદિરના દર્શન માટે એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવનાર છે. જેની સમય સુચી નીચે મુજબ છે.
તા.૨૫/૦૮/૨૦૨૨ ના રોજ સમય સવારે ૫:૪૫/૬:૦૫ ૮૬:૧૦/૬:૨૫/૬:૩૦/૬:૪૦ કલાકનો રહેશે. તેમજ પરત આવવા માટે તા. ૨૭/૮/૨૨ ના બપોર ૧૩:૦૦/૧૪:૦૦/૧૫:૦૦/૧૬:૦૦/૧૭:૦૦/ ૧૭:૧૫ કલાક રહેશે.
આમ, ઉપરોકત સમયે નડિયાદથી અંબાજી એકસ્ટ્રા જવા/આવવા માટે બસની ફાળવણી કરેલ હોઇ જે દરમ્યાન રોજ સવારે સમય ૮:૦૦ થી સાંજે ૮:૦૦ સુધી ઓનલાઇન રીઝર્વેશન કરાવવા માટેની સુવીધા તા.૧૮/૮/૨૨ થી ઉપલબ્ધ કરેલ હોય જેની દરેક નાગરીકોએ નોંધ લઇ રીઝર્વેશન કરાવી લાભ લેવા વિનંતી. વધુમાં નડિયાદ-અંબાજીના રિઝર્વેશન માટે નડિયાદ બસ સ્ટેન્ડ પરના રિઝર્વેશન ઓફિસમાં રૂબરૂ સંપર્ક કરશોજી.
Advertisement
નરેશ ગનવાણી : નડિયાદ