ગુજરાત એટીસેસની કસ્ટડીમાં જોવા મળતા આરોપી મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલ MD ડ્રગ્સના સોદાગરો છે. આ બન્ને આરોપીઓએ વડોદરાના સાવલી તાલુકાના મોકસી ગામમાં એક કેમિકલ ફેકટરી ઉભી કરી હતી અને તેમાં કેમિકલ નહિ પણ મોતનો સામાન એટલે કે મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું, જેમાં ડ્રગ્સ બનાવવા માટે થઈને હાઇલી એજ્યુકેટેડ અને કેમેસ્ટ્રીમાં નિષ્ણાંત એવા પિયુષ પટેલની ખાસ મદદ લેવામાં આવી હતી. આ આરોપીઓ ભેગા થઈને 2 કેમિકલ ફેક્ટરી બનાવી હતી જેમાં વડોદરા જિલ્લાના મોકસી ગામમાં “નેક્ટર નામની ફેકટરી” ઉભી કરી હતી. મુખ્ય આરોપી મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલ ભાગીદાર હતા જ્યારે બીજી કંપની “વેન્ચર ફાર્મા સ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની” ઉભી કરી જેમાં મહેશ વૈષ્ણવ, પિયુષ પટેલ અને રાકેશ મકાની તથા વિજય વસોયા, દિલીપ વાઘાસિયા ભાગીદારો હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીઓ સપ્ટેમ્બર મહિનાના 2021 ના વર્ષથી અત્યાર સુધીમાં 240 કિલો એમ.ડી ડ્રગ્સ બનવાયુ છે જેમાંથી ગુજરાત એટીએસે 2 આરોપીઓ પાસેથી 225 કિલો ગ્રામ.એમ.ડી ડ્રગ્સ જેની અંદાજે કિંમત 1125 કરોડ રૂપિયાનું જપ્ત કર્યું.
ગુજરાત ATS એ સાવલીના મોકસી ખાતે નેક્ટર કેમ કંપનીમાં દરોડા પાડીને અંદાજે 225 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું.
Advertisement