Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડીસા શહેરમાં હરસોલિયા વાસમાં ગટરનાં પાણી પ્રવાહના કારણે ત્રણ મકાન ધરાશાયી.

Share

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. આથી અનેક જગ્યાએ લોકોને નુકસાન વેઠવું પડ્યું છે. તેવી જ રીતે ડીસાના હરસોલિયા વાસમાં પણ મકાનમાલિકો ભોગ બન્યા હતા. અહીં મુખ્ય ગટરલાઈનમાં ચોમાસાના પાણીનો પ્રવાહ વધતાં ગટરની દિવાલને અડીને આવેલા મુકેશ લુહાર, બાબુ પંડ્યા અને કિશનલાલ દિનકરના મકાન ધરાશાયી થઈ ગયા હતા. એટલે મકાનમાલિકોને 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. સબનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ મકાનની દિવાલો ધરાશાયી થતા ઘરવખરીને પણ નુકસાન થયું છે. બનાવને પગલે વોર્ડ નંબર 6 ના નગરસેવક નયનાબેન સોલંકી અને પૂનમબેન ભાટી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ અસરગ્રસ્ત મકાનમાલિકોને સાંત્વના આપી નગર પાલિકા વતી બનતી મદદ કરવાની ખાતરી આપી હતી અને ડીસાની અંદર અનેક જગ્યાઓ ઉપર પાણી ભરાવાના પણ પ્રશ્નો બન્યા હતા અને નગરપાલિકાની પીમોન્સુનની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે યોજાશે અનેક ધાર્મિક કાર્યક્રમો.

ProudOfGujarat

અંકલેશ્વર- ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું ગંભીર મોત નીપજ્યું…

ProudOfGujarat

અંકલેશ્વરના જુના બોરભાઠા ગામેથી ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરાઈ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!