ગુજરાતમાં 207 જળાશયો છે. ત્યારે જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો, કેટલાક જળાશયોમાં 100 ટકા પાણી છે તો કેટલાક જળાશયોમાં 25 ટકાથી પણ ઓછો પાણીનો સંગ્રહ અત્યાર સુધીમાં થયો છે. એક તકફ રાજ્યમાં 93 ટકા વરસાદ વરસી ચૂક્યો છતાં હજુ સુધી તમામ જળાશયોમાં 100 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત નથી થયો. જળાશયોની વિગતવાર સ્થિતિ જોવા જઈએ તો 49 જળાશયોમાં પાણીનો સંગ્રહ 100 ટકાથી વઘુ છે. જ્યારે 63 જળાશયોની અંદર 70 ટકાથી વધુ પાણી ભરાઈ ચૂક્યું છે. નર્મદા ડેમમાં અત્યારે પાણીની આવક સૌથી વધુ જોવા મળી રહી છે. ડેમમાં 2,86,059 એમસીએફટી જથ્થો મતલબ કે, કુલ સંગ્રહ શક્તિના 85.63 ટકા જેટલો જળસંગ્રહ છે. નર્મદા સિવાયના જળસંગ્રહ શક્તિના 71.35 ટકા જેટલો પાણીનો જળસંગ્રહ થયો છે.
દક્ષિણ ગુજરાત સિવાયના જળાશયોની સ્થિતિ :
ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોની સ્થિતિ જોવા જઈએ તો, 63 જળાશયોમાં 70 થી 100 ટકા, 27 જળાશયોમાં 50 થી 70 ટકા, 36 જળાશયોમાં 25 થી 50 ટકા અને 31 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.
આ જળાશયો એલર્ટ પર
– રાજ્યમાં 48 જળાશયો 100 ટકાથી વધુ પાણી
– 30 જળાશયોમાં 90 થી 100 ટકા વચ્ચે પાણી ભરાતા હાઈએલર્ટ પર
– 16 જળાશયો 80 ટકાથી 90 ટકા પાણી ભરાતા હાઈ એલર્ટ
– 17 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી