Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની યુવતીએ હિમાલયના નુન પર્વત શિખર પર તિરંગો લહેરાવી ઉજવ્યો ૭૬ મો સ્વાતંત્ર્ય દિવસ.

Share

વડોદરાની નીશાકુમારી આમ તો ગણિત શાસ્ત્રી છે. જોકે એને હિમાલયના ઉત્તુંગ શિખરો, બરફના ઢગ અને જોખમી ચઢાઈનું ગણિત સમજવામાં ભારે રસ છે. એમ કહો કે એ પર્વતારોહણ, સાયકલિંગ, વોકિંગ, રનીંગ અને વ્યાયામનો ગાંડો શોખ ધરાવે છે. એણે દેશનું ૭૬ મુ સ્વતંત્રતા પર્વ અનોખી રીતે ઉજવીને આઝાદી કા અમૃત પર્વને યાદગાર બનાવ્યું છે.

નિશાએ આ દિવસે હિમાલયના લેહ લડાખ ક્ષેત્રના ૬૫૦૦ મીટર ઊંચા માઉન્ટ નુન શિખરને સર કર્યું અને સૂસવાટા મારતા ઠંડા હિમ જેવા પવનો અને બરફના ઢગલા વચ્ચે શાનથી રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો. પ્રધાનમંત્રી એ આ વખતે હર ઘર તિરંગાનો નારો આપ્યો હતો. વડોદરાની આ દીકરીએ હિમાલયના શિખર પર તિરંગાનો એક નવો આયામ તેમાં ઉમેર્યો છે. તેનું ધ્યેય માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું છે જેના માટે તે છેલ્લા ૫ વર્ષથી જમકર મહેનત કરી રહી છે. એવરેસ્ટની ઊંચાઈ ૮૮૪૮ મીટર જેટલી છે. નુન પર્વત તેના નાના ભાઈ જેવો છે જેને સર કરીને નિશાએ જાણે કે વિશ્વના સૌથી ઉંચા શિખરને સર કરવા તરફ પહેલું ડગલું માંડ્યું છે.

નિશાના પ્રોત્સાહક નિલેશ બારોટે જણાવ્યું કે, પર્વતારોહણ ખૂબ ખર્ચાળ ઝનૂન છે. જોકે ઉપરોક્ત આરોહણ માટે આ દીકરીને ગૌરા બ્લોકચેઈન નામક કંપનીએ રૂ.૨ લાખની મદદ કરીને આર્થિક તાકાત પૂરી પાડી. નિશા આ કંપનીનો દિલથી આભાર માને છે. વડોદરામાંથી ભાગ્યે જ કોઈ પર્વતારોહકે આ શિખર સર કર્યું છે એવું તે માને છે. હવે તે એવરેસ્ટની તૈયારીના ભાગરૂપે મનાલીથી ઉમલિંગલ પાસની અંદાજે ૫૫૦ કિલોમીટરની અઘરી અને જોખમી સાયકલ યાત્રા તા.૧૮ મી ઓગષ્ટથી શરૂ કરવા માટે તત્પર છે. અગાઉ તે મનાલીથી ખારદુંગ્લા પાસ સુધીની સફળ સાયકલ યાત્રા કરી ચૂકી છે. આ યાત્રા તે વડાપ્રધાનના ફીટ ઇન્ડિયા અભિયાન, આઝાદી કા અમૃત પર્વ અને ભારત કે વીર જવાન અભિયાનને વેગ આપવા માટે કરવાની છે.

Advertisement

Share

Related posts

વાહનવ્યવહાર કચેરી ભરૂચ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન ઓકશન શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

નવસારી-એથલેટિક સ્પર્ધામાં નવસારીની સાંઈ વિદ્યાનિકેતનનું ગૌરવ

ProudOfGujarat

નડિયાદ : માતરના મઘરોલથી પાલ્લા મેળામાં જતા પરિવારને અકસ્માત નડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!